સુરત: આંગણિયાત પુત્રીનો વિલાપ "અબ્બા મેરે સાથે ગલત કર રહે હૈ" - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: આંગણિયાત પુત્રીનો વિલાપ “અબ્બા મેરે સાથે ગલત કર રહે હૈ”

સુરત: આંગણિયાત પુત્રીનો વિલાપ “અબ્બા મેરે સાથે ગલત કર રહે હૈ”

 | 11:04 pm IST

વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર રહેતાં મુસ્લિમ પરિવારમાંથી સગીરા સાથે સાવકા પિતાએ જાતીય સતામણી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વરાછા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સલમાના લગ્ન વીસેક વર્ષ અગાઉ અનવર સાથે થયા હતાં. અનવર સાથેના સુખી દાંપત્ય જીવનમાં તેઓને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા હતાં. પાંચેક વર્ષ અગાઉ અનવરનું અકાળે અવસાન થયા સલમા નોંધારી બની હતી. ત્યારબાદ તેણીએ હકીમ સૈયદ સાથે બીજા લગ્ન કર્યા અને ત્રણેય સંતાનોને લઇ તેની સાથે રહેવા માંડી હતી. ૧૨મી તારીખે આ પરિવારમાં આઘાતજનક ઘટના ઘટી હતી.

પરિવારના તમામ સભ્યો સૂઇ ગયા બાદ રાતે સાડા બાર વાગ્યાના સુમારે સલમાની૧૬ વર્ષની પુત્રી અચાનક કણસવા માંડી હતી. તેણીનો અવાજ વિચિત્ર હતો. સલમાએ ઊઠીને જોયું તો સગીરા પરસેવે રેબઝેબ થયેલી અને ખૂબ ડરેલી જણાઈ હતી. સલમાએ તેણીને આવી સ્થિતિ અંગે પૂછયું અને સામે જે જવાબ મળ્યો એ સાંભળી સલમાના પગ પળેથી જમીન સરકી ગઇ હતી.

સગીરાએ જણાવ્યું હતું કે,’અબ્બા મેરે સાથે ગલત કર રહે હૈ’. સગીરાના આ શબ્દોએ સલમાને હચમચાવી મૂકી હતી. તેણીએ અનવરને ઠપકો આપતાં તે ઘરેથી ભાગ્યો હતો. ત્યારબાદ સલમાએ આ મામલે ઢાંકપિછોડો કરવાની જગ્યાએ હિંમતપૂર્વક પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ સૈયદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.