steve-irwins-son-robert-being-attacked-by-carpet-python-video
  • Home
  • Featured
  • VIDEO: માત્ર 16 વર્ષના બાળકે અજગર હાથમાં લીધો, તો સાપે સીધો મોઢા પર હુમલો કર્યો અને…

VIDEO: માત્ર 16 વર્ષના બાળકે અજગર હાથમાં લીધો, તો સાપે સીધો મોઢા પર હુમલો કર્યો અને…

 | 9:32 pm IST

સ્ટીવ ઇરવીનના પુત્ર રોબર્ટ ઇરવિનનો એક વીડિયો વાયરલ થયો. જેમાં એક સાપ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે વર્ષો પહેલા તેના પિતા સાથે આવી જ ઘટના જેવું લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે.

રોબર્ટ ઇરવિન જ્યારે માત્ર બે વર્ષનો હતો ત્યારે તેના પિતા એક સ્ટિંગ્રે અકસ્માતમાં મૃત્યુ પામ્યા. 16 વર્ષીય રોબર્ટ તેના પિતાના માર્ગ પર ચાલી રહ્યો છે. તેમના પિતાની જેમ તે વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે કાર્યરત છે. આજે તે ઓસ્ટ્રેલિયા ચીડિયાઘર સંભાળ રાખી રહ્યો છે અને સાથે સાથે તેની પોતાની એનિમલ ડોક્યુમેન્ટ્રી પર પણ કામ કરી રહ્યો છે.

શનિવારે 16 વર્ષીય આ બાળકે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બતાવે છે કે સાપના હમલા પહેલાં કાર્પેટ અજગરને કેવી રીતે બચાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે રોબર્ટ એનિમલ પ્લેનેટ સીરિઝ ક્રિક માટે શૂટિંગ કરી રહ્યો હતો. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં, રોબર્ટ ડ્રેગનને થેલીમાંથી બહાર કાઢીને કહે છે, શું તમે ગુસ્સે થઈ રહ્યા છો કે સારા થઈ રહ્યા છો ?’

હુમલો કરતા પહેલા રોબર્ટ કહે છે, ‘આ કેટલા સારા છે નહીં?’ મને કાર્પેટ અજગર ગમે છે. આ એક સારા કદનો કાર્પેટ અજગર છે. આ બહુ સારું છે. જ્યારે અજગરે તેના પિતા પર હુમલો કર્યો ત્યારે તેણે ફૂટેજ પણ શેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન