જાડેજાનો જાદૂઈ બોલ: સ્મિથને પણ ખબર ના પડી કે શું કરવું, થયો બોલ્ડ-જુઓ વીડિયો

4942

બ્રેન ફેડ એક એવો શબ્દ છે જેને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ પૂર્વ ઘણો ચર્ચામાં રહ્યો હતો. બેંગ્લોર ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથે ડ્રેસિંગ રૂમ તરફ જોઈને DRS લેવામાં મદદ માંગી હતી. જે ખેલ ભાવના વિપરીત છે અને પછી પ્રેસ કોન્ફન્સમાં આ શબ્દોનો ઉપયોદ કર્યો હતો. સ્મિથે જ્યારે બ્રેડ ફેડ શબ્દોનો ઉપયોદ કર્યો ત્યારે મીડિયામાં તેની ખુબ જ નિંદા થઈ હતી અને આ ઘટનાથી તેના વ્યક્તિત્વ પર પણ ખરાબ અસર પડી હતી.

જોકે, રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં જાડેજાની જાદૂઈ બોલ પર સ્મિથને આઉટ કર્યો હતો. તેના પર કોમેન્ટર મહેશ માંજરેકરે કહ્યું કે, સ્મિથ બીજી વખત અજાણતા ભૂલ કરી દીધી અને તેને માંજરેકરે બ્રેન ફેડ-2 ગણાવી હતી.

જાડેજાએ લેગ સ્ટમ્પથી બહાર રફ વિસ્તારમાં બોલ નાંખ્યો હતો. સ્મિથે પોતાનો પગ થોડો આગળ વધાર્યો હતો અને બોલને પેડ પર લાગવા દેવાનો મન બનાવ્યો હતો. જોકે તેમનો આ નિર્ણય પૂરી રીતે ખોટો સાબિત થયો કેમ કે, જાડેજાની બોલ ગજબની ટર્ન થઈ ઓફસ્ટંપને ઉખાડી નાંખ્યું હતું.

ઓસ્ટ્રેલિયાને આ એક મોટો ઝાટકો લાગ્યો હતો અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જાડેજાએ વિકેટનું જોરદાર જશ્ન મનાવ્યો હતો. જ્યારે સ્મિથના ચેહાર પર નિરાશા ઉમટી આવી હતી. સ્મિથે બોલ છોડવાની યોજના ખોટી નહતી પરંતુ તેની તે ભૂલ થઈ કે, તે પગને બોલની લાઈનમાં લાવ્યો નહતો.