ભેજવાળા વાતાવરણમાં કેવો મેકઅપ કરવો અને કઇ રીતે કરવો  - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ભેજવાળા વાતાવરણમાં કેવો મેકઅપ કરવો અને કઇ રીતે કરવો 

ભેજવાળા વાતાવરણમાં કેવો મેકઅપ કરવો અને કઇ રીતે કરવો 

 | 12:06 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

મોનસૂનની સીઝનમાં ભેજવાળા વાતાવરણને કારણે સ્કીન ચીકાશવાળી થઇ જાય છે. જેના કારણે મેકઅપ પણ વધારે સમય રહેતો નથી. ભેજવાળા વાતાવરણને કારણે અવાર-નવાર મેકઅપ કરતાં આપણી સ્કીન ઓઇલી થઇ જતી હોય અને થોડા સમયમાં જ બધો મેકઅપ નીકળી જતો હોય છે. આ માટે વોટર પ્રૂફ મેકઅપનો ઉપયોગ કરવો સલાહ ભર્યું છે. તો આવો જાણીએ ભેજવાળા વાતાવરણમાં કેવો મેકઅપ કઇ રીતે કરવો.

ભેજવાળા વાતાવરણમાં વોટરપ્રુફ મેકઅપ કરવો સલાહભર્યું છે. તેમજ આખી સીઝનમાં પાઉડર બેસ મેકઅપ કરવો સારો રહેશે. વોટરપ્રુફ મેકઅપ દરેક કોસ્મેટીક સ્ટોરમાં આસાનીથી મળી રહે છે. જોકે વોટર પ્રૂફ મેકઅપ ખરીદતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે તે સારી ગુણવત્તાનો હોવો જોઇએ. ગરમ અને ભેજવાળી સીઝનમાં વોટરપ્રૂફ મસ્કરા અને આઇ લાઇનરનો જ ઉપયોગ કરવો જેથીે તે પ્રસરી ના જાય અને લાંબો સમય ટકી રહે. આ ઉપરાંત વોટરબેઝ લીપ કલર અને લીપ લાઇનર પણ બજારમાં આસાનીથી મળી રહે છે.

મેકઅપ કરતા પહેલા ચહેરાને ઠંડા પાણીથી સાફ કરવો જરૂરી છે. ચહેરો સાફ કર્યા બાદ ગુલાબજળના ઠંડા પાણીને મોં પર લગાવો જેના કારણે ચહેરા પર તાજગી અનુભવાશે. ત્યારબાદ કોટનથી ચહેરાને સાફ કરો.

ચીકાશવાળી સ્કીન માટે ચહેરા પર કોટનની મદદથી એસ્ટ્રિજન્ટ લોશન લગાવવું જેનાથી તમારા ચહેરા પરના છીદ્રો બંધ થઇ જશે અને ચીકાશ પણ ઓછી થઇ જશે. તે ઉપરાંત ચહેરા પર સિરમનો પણ ઉપયોગ કરી શકો છો. જે મોઇસ્ચરાઇઝર કરતા પણ વધારે અસરકારક રહેશે અને ચહેરાને ચીકાસથી બચાવશે . આખા ચહેરા પર કોટન વડે દૂધ લગાવો અને સૂકાઇ ગયા બાદ તેને પાણીથી ધોઇ નાંખો અઠવાડીમાં ત્રણ વખત આવું કરવાથી ચહેરા પર રોનક આવે છે.

હંમેશા ચહેરા પર વોટરબેઝ ફાઉન્ડેશનનો જ ઉપયોગ કરવો. મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનને થોડુ હાથમાં લઇ તેમા બે-ત્રણ ટીપા પાણી નાખો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. જો હળવો મેકઅપ કરવો હોય તો તમે હાઇલાઈટરનો ઉપયોગ પણ કરી શકો છો. આમ વધારે પડતા ફાઉન્ડેશનનો ઉપયોગ ના કરતા તમે ચહેરાને લાઇટ મેકઅપ કરી સુંદર લુક આપી શકો છો.

ભેજવાળા વાતાવરણમાં વોટરબેઝ મેટ ફાઉન્ડેશન વાપરવુ સલાહ ભર્યું છે. સૌપ્રથમ ચહેરા પર ફાઉન્ડેશન લગાવવુ ત્યારબાદ કોટનની મદદથી તેને ચહેરા પર સ્પ્રેડ કરવું. ફાઉન્ડેશન લગાવ્યા બાદ વોટરપ્રૂફ કોમ્પેક પાઉડર લગાવવો. કોમ્પેક પાઉડરને કોટનની મદદથી ચહેરા પર અને ગરદન પર વ્યવસ્થિત રીતે સ્પ્રેડ કરવો, જેથી તે લાંબો સમય ટકી રહે.

લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ ઉપર ફાઉન્ડેશન લગાવવું જેથી લિપસ્ટીક લાંબો સમય માટે ટકી રહે. ભેજવાળા વાતાવરણમાં હંમેશા મેટ લિપસ્ટિક લગાવવાનો આગ્રહ રાખવો.