Still appearing as CM Rupani on 8 government websites including Sports Authority, Sahitya Akademi
  • Home
  • Featured
  • સ્પોર્ટ્સ ઓથોરિટી, સાહિત્ય અકાદમી સહિત 8 સરકારી વેબસાઈટ પર CM તરીકે હજુ રૂપાણી

સ્પોર્ટ્સ ઓથોરિટી, સાહિત્ય અકાદમી સહિત 8 સરકારી વેબસાઈટ પર CM તરીકે હજુ રૂપાણી

 | 7:28 am IST
  • Share

ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત આવતી સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય લલિત અકાદમી સહિતની આઠ કચેરીઓની વેબસાઈટ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હજુયે વિજય રૃપાણી અને મંત્રી તરીકે ઈશ્વર પટેલનું નામ બોલે છે, મુખ્યમંત્રી અને મંત્રી બદલાયાને બે સપ્તાહ વીતવા આવ્યા છતાં સરકારી વેબસાઈટ અપડેટ કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જાહેર થયા તે બાબતને બે સપ્તાહ થઈ ગયા પણ સરકારી વેબસાઈટ પર હજુ સી.એમ. તરીકે રૃપાણીનું નામ અને ફોટો હજુ સુધી હટાવાયા નથી. સરકારી સંસ્થાઓ હજુ ડિજિટલ યુગમાં આવી ન હોવાની સ્થિતિ છે. 

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી    ગુજરાત સાહિત્ય અકાદમી    કમિશનર, યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ    નિયામકશ્રી, અભિલેખાગાર    નિયામકશ્રી, ગ્રંથાલય    ભાષા નિયામકની કચેરી    સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત    પુરાતત્ત્વ અને સંગ્રહાલય નિયામક

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો