Still Rishabh Pant Did Not Get Entry To Indian Dressing Room
  • Home
  • Sports
  • Cricket
  • ઋષભ પંતને જબરદસ્તીથી બોલાવાયો ઇંગ્લેન્ડ, હજુ સુધી નથી મળી ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી

ઋષભ પંતને જબરદસ્તીથી બોલાવાયો ઇંગ્લેન્ડ, હજુ સુધી નથી મળી ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી

 | 6:13 pm IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો છે. તેને ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે શિખર ધવન સંપૂર્ણ રીતે વર્લ્ડ કપમાંથી બહાર ના થવા સુધી પંતને ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં જવાની તક નહીં મળે. પંત પાકિસ્તાનની સાથે 16 જૂનનાં થનારા હાઈ વૉલ્ટેજ મુકાબલા પહેલા માન્ચેસ્ટરમાં ટીમ સાથે જોડાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર આવેલા બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટનાં આગ્રહ પર ઋષભ પંતને કવર તરીકે ભારતથી બોલાવવામાં આવ્યો છે.”

શિખર ધવન સંપૂર્ણ રીતે બહાર થશે તો જ ટીમ સાથે જોડાઈ શકશે પંત

ટૂર્નામેન્ટમાં ધવનની ઉપલબ્ધતાને લઇને ટીમ પ્રબંધન અંતિમ નિર્ણય ના લે ત્યાં સુધી પંતને વિકલ્પ તરીકે ટીમ સાથે નહીં જોડવામાં આવે. પંતે છેલ્લા એક વર્ષમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેણે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચોમાં શાનદાર સદી પણ લગાવી અને ગત મહિને આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

ટીમ મેનેજમેન્ટ ધવનની જગ્યાએ કોઇને પણ ટીમમાં સામેલ કરવા નહોતુ ઇચ્છતુ

બીજી તરફ એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે શિખર ધવનનાં કવર તરીકે ઋષભ પંતને ભારતીય ટીમ સાથે જોડવાને લઇને ટીમ મેનેજમેન્ટ અને ભારતીય ટીમની પસંદગી સમિતિ વચ્ચે સહમતિ નહોતી થઈ. ટીમ મેનેજમેન્ટ ધવનની જગ્યાએ કોઇને પણ કવર તરીકે ટીમમાં સામેલ કરવા નહોતુ ઇચ્છતુ, કેમકે એવી આશા કરવામાં આવી રહી હતી કે તે લીગ મેચ સુધી ફિટ થઈ જશે. જો કે ધવનની ઇજા જે પ્રકારની છે તેનાથી તે જલ્દી ઠીક થાય તે સંભાવના ઓછી છે.

પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે પંત

ટીમ ઇન્ડિયાનાં 3 પસંદગીકારો એમએસકે પ્રસાદ, શરણદીપ સિંહ અને દેવાંગ ગાંધી અત્યારે ઇંગ્લેન્ડમાં છે અને તે ત્રણ ઇચ્છતા હતા કે ધવનને ઇજા થયા બાદ તેના કવર તરીકે ખેલાડીનું નામ જલ્દી જાહેર કરવામાં આવે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ટીમ મેનેજમેન્ટ પસંદગીકારોનાં વિચારથી સહમત નહોતુ, કેમકે તેમને એવું લાગી રહ્યું હતુ કે આવુ થશે તો ધવનની ટીમમાં આવવાની આશાઓ પુરી થઈ જશે. અત્યારે ઋષભ ભલે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો, પરંતુ ધવન જ્યાં સુધી સંપૂર્ણ રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર નથી થઈ જતો ત્યાં સુધી તે ડ્રેસિંગ રૂમનો ભાગ નહીં બની શકે. જો કે તે પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન