Still Two Options Are Available For Making Government In Maharashtra
  • Home
  • Assembly Election
  • CM ફડણવીસનાં રાજીનામા બાદ પણ આ 2 રીતે મહારાષ્ટ્રમાં બની શકે છે સરકાર

CM ફડણવીસનાં રાજીનામા બાદ પણ આ 2 રીતે મહારાષ્ટ્રમાં બની શકે છે સરકાર

 | 6:09 pm IST

મહારાષ્ટ્ર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 9 નવેમ્બરનાં ખત્મ થઈ રહ્યો છે અને આના એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે અત્યારે પણ રાજ્યમાં સરકાર બનાવવાને લઇને વિકલ્પ ખુલ્લા છે. માનવામાં આવી રહ્યું છે કે ફડણવીસે રાજીનામું આપીને શિવસેના પર દબાવ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

શિવસેના સાથે મળીને સરકાર બનાવવાને લઇને ગતિવિધિઓની વચ્ચે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો કે તે રાજ્યમાં અલ્પમતવાળી સરકાર નહીં બનાવે. બીજેપીને ખબર છે કે તેની પાસે બહુમત નથી અને અલ્પમત સાથે જો તે સરકાર બનાવે છે તો શિવસેનાને કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવવાનું બહાનું મળી જશે.

સરકાર બનાવવાનાં 2 વિકલ્પ

જો કે રાજ્યમાં સરકારનાં ગઠનને લઇને અત્યારે પણ બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ કે બીજેપી અને શિવસેનાની વચ્ચે સમાધાન થાય અને નવી સરકારની રચના થાય અથવા બીજો વિકલ્પ છે કે શિવસેના એનસીપીની સાથે મળીને કૉંગ્રેસનાં સમર્થનથી સરકાર બનાવે. જો કે બીજા વિકલ્પમાં સમસ્યા એ છે કે શિવસેના બંને પાર્ટીઓની ઘોર વિરોધી છે. પહેલા વિકલ્પ અંતર્ગત સરકાર બનાવવા માટે શિવસેનાએ બીજેપીથી મુખ્યમંત્રી પદની માંગણી છોડવી પડશે અથવા બીજેપીએ શિવસેના સાથે 50-50 ફોર્મ્યુલાને લઇને જે વાયદો કર્યો છે તે પૂર્ણ કરવો પડશે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે

જો કે અત્યારે 9 નવેમ્બરનાં એક દિવસ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 9 નવેમ્બરનાં વિધાનસભાનો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. જો કે જે રીતે બંનેમાં ખેંચતાણ ચાલી રહી છે તેનાથી આની સંભાવના ઓછી દેખાઈ રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ફડણવીસને સરકાર બનવા સુધી કેરટેકર મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકે છે જેથી સરકાર બનાવવાનાં પ્રયત્નો પર વિચાર કરી શકે. જો સરકાર બનાવવાને લઇને કંઇ મેળ પડતો નથી તો રાજ્યપાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી શકે છે. આવામાં 9 નવેમ્બર બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે.

આ વિડીયો પણ જુઓ: ગીરગઢડામાં 1 સાથે 6 સિંહે શિકાર કરી માણી મિજબાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન