શેરબજારમાં કરેક્શન બાદ વોલેટિલિટીમાં ઘટાડો-વધારો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • શેરબજારમાં કરેક્શન બાદ વોલેટિલિટીમાં ઘટાડો-વધારો

શેરબજારમાં કરેક્શન બાદ વોલેટિલિટીમાં ઘટાડો-વધારો

 | 1:08 am IST

કોલ-પુટ એન્ડ કોલરઃ જનક સલ્લા

સેન્સેક્સ, નિફ્ટી, મિડકેપ ઈન્ડેક્સ, સ્મોલકેપ ઈન્ડેક્સ અને છેલ્લે ઈમ્પ્લાઈડ વોલેટિલિટીનું માર્કેટમાં ‘જાહેર’ કમિટ કરતા જોવા મળ્યું. બજેટ દરમિયાન નિફ્ટી ઈન્ડેક્સ ઈમ્પ્લાઈડ વોલેટિલિટી બજેટ જ્યારે શરૂ થયું ત્યારે જ એક ટકા નીચે ટ્રેડ થતી જોવા મલી. બજેટના દિવસે નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચરમાં અફરાતફરીભરી ઝીકઝેક મૂવમેન્ટ હતી ત્યારે ૧૩ ટકા એટ-ધી-મની લેવલ પર ટ્રેડ કરવા થતી ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ૧૧ ટકા અને ત્યાંથી ફરી ૧૨.૫૦ ટકા ટ્રેડ થતી રહી. પરંતુ ગયા સપ્તાહના અંતે બજેટનું કરેક્શન જોવા મળ્યું. કરેક્શન દરમિયાન બે નોંધનીય બાબત બની. ફ્યૂચરની મૂવમેન્ટ ધાર્યા કરતાં વધુ હોવા છતાં ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં ધોવાણ થયું તો બીજી તરફ ૨૫૦ પોઈન્ટના કરેક્શન પછી પણ ૧૧,૫૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક ૬૫.૨૯ લાખથી વધુનું ઓપન ઈન્ટ્રેસ નિર્માણ થયું જે તમામ ઓપ્શનની સ્ટ્રાઈકમાં સૌથી વધુ હતું. ફેબ્રુઆરી એક્સ્પાયરીની શરૂઆતથી જ ૧૦,૫૦૦ના પુટ ઓપ્શનમાં સૌથી વધુ વોલ્યુમ અને ઓપન ઈન્ટ્રેસ હતું. હાલ ત્યાં ૫૯.૮૪ લાખનું ઓપન ઈન્ટ્રેસ બંધ આપ્યું છે. તો શુક્રવારે માર્કેટ બંધ થતાં ૬૭ રૂ.ના પ્રીમિયમ પર ૧૮.૬૩ ટકા ઈમ્પ્લાઈટ વોલેટિલિટી બંધ આવી હતી. લિક્વિડ વોલ્યુમ ધરાવતી ૧૦,૭૦૦ના પુટ ઓપ્શનની સ્ટ્રાઈક પર ૧૨૩ રૂ.ના પ્રીમિયમની આસપાસ ૧૭.૬૦ ટકા ઈમ્પ્લાઈડ વોલેટિલિટી બંધ આવી હતી. તો સૌથી વધુ ઓપન ઈન્ટ્રેસ્ટ ધરાવતી ૧૧,૫૦૦ના કોલની સ્ટ્રાઈક પર ૫.૧૦ રૂ.ના પ્રીમિયમની આસપાસ ૧૪.૩૪ ટકા ઈમ્પ્લાઈટ વોલેટિલિટી બંધ આવી હતી. જ્યારે કે એટ ધી મની ૧૦,૮૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર ૧૦૪.૨૫ રૂ.ના પ્રીમિયમ પર પર ૯.૩૭ ટકા ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી બંધ આપી હતી. કોલ ઓપ્શનમાં ૧૧,૫૦૦ બાદ સૌથી વધુ ઓપન ઈન્ટ્રેસ અને લિક્વિડ ટ૩ેડિંગ ૧૧,૦૦૦ અને ૧૧,૨૦૦ની સ્ટ્રાઈક પર રહ્યું છે. જ્યાં ઈમ્પ્લાઈડ વોલેટિલિટી અનુક્રમે ૧૦.૩૦ ટકા અને ૧૧.૪૧ ટકા બંધ આપી છે. બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેન પર જે ટેક્સ નાખવામાં આવ્યો જેને કારણે માર્કેટમાં મોટું ડિસ-અપોઈન્ટમેન્ટ સર્જાયું અને ઈન્ડેક્સમાં ૨.૫ ટકાના ભાવથી કરેક્શન જોવા મળ્યું. ફેબ્રુઆરી એક્સ્પાયરી હવે ૧૩ ટ્રેડિંગ સેશન બચ્યા છે જેમાં નિફ્ટી ફેબ્રુઆરી ઈન્ડેક્સ ઓપ્શન માટે ૧૦,૫૦૦થી ૧૧,૫૦૦ની એક મોટી રેન્જ સર્જાઈ છે. આ સપ્તાહ પણ માર્કેટમાં ઓપ્શન પ્રીમિયમમાં મોટી વધઘટ થવાની સંભાવના યથાવત્ છે.