શેરબજાર પછડાયું. સેન્સેક્સ 407 અને નિફ્ટી 122 પોઈન્ટ ઘટ્યો - Sandesh
  • Home
  • Business
  • શેરબજાર પછડાયું. સેન્સેક્સ 407 અને નિફ્ટી 122 પોઈન્ટ ઘટ્યો

શેરબજાર પછડાયું. સેન્સેક્સ 407 અને નિફ્ટી 122 પોઈન્ટ ઘટ્યો

 | 4:26 pm IST

એશિયાઈ શેર બજારો અને અમેરિકી બજારોમાં મળેલા કમજોર સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમદિને પછડાયું હતું. દિવસ ભરના કામકાજ પછી સેન્સેક્સ 407.40 અંક એટલે કે 1.18 ટકા ઘટીને 34005.76 પર અને નિફ્ટી 121.90 અંક એટલે કે 1.15 ટકા ઘટીને 10,454.95 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે શેરબજાર શરૂઆતી કામકાજમાં જ 500 પોઈન્ટથી વધારે અને નિફ્ટી 165 પોઈન્ટ સુધી ઉતરી ગયો હતો.

મિડ- સ્મોલ કેપ શેરોમાં તેજી
શુક્રવારે મિડકેપ અને સ્મોલ કેપ શેરોનું પ્રદર્શન સારું રહ્યું. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.1 ટકાની મામૂલી પછડાટ સાથે બંધ રહ્યો. જ્યારે  નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 0.25 ટકાના વધારા સાથે બંધ થયો. બેંક નિફ્ટી 1.75 ટકાની પછડાટ સાથે 25,464ના સ્તર પર બંધ રહ્યો.

બજાર ડાઉન જવાનું કારણ
અમેરિકામાં બોન્ડ઼ યીલ્ડ વધવાથી રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો. તજજ્ઞોનું કહેવું છે કે તમામ બજારોમાં ઉતાર-ચઢાવ થોડાં દિવસો ચાલુ રહી શકે છે. અમેરિકાન ડાઉ જોન્સ 1,032.9 અંક એટલે કે આશરે 4.2 ટકાની પછડાટ સાથે 23.860.50ના સ્તર પર બંધ રહ્યો. જાપાન નિક્કી, સિંગાપોર સ્ટોક એક્સચેંજ. તાઈવાન સહિત તમામ મુખ્ય બજારમાં શુક્રવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો.

રોકાણકારોના 2 લાખ કરોડ ડૂબ્યા
શરૂઆતી કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીથી રોકાણકારોના 2 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. ગુરુવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,47,99,096.88 કરોડ રૂપિયા હતા. તો સેન્સેક્સમાં શરૂઆતી કામકાજમાં 550 અંકોથી વધારો ઘટાડો થતાં રોકાણકારોના 2,11,229.88 કરોડ ડૂબી ગયા.

ટોપ ગેઈનર્સ
ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, લ્યૂપિન, સિપ્લા, વેદાંતા, કોલ ઈન્ડિયા ટીસીએસ

ટોપ લૂઝર્સ
યસબેક, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી ઈન્ફ્રાટેલ, ઈન્ફોસિસ, એચડીએફસી, એક્સિસ બેંક  રહ્યાં.