શેરબજારનું ધ્યાન હવે મિડ-કેપ શેરો ઉપર કેન્દ્રિત થયું - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • શેરબજારનું ધ્યાન હવે મિડ-કેપ શેરો ઉપર કેન્દ્રિત થયું

શેરબજારનું ધ્યાન હવે મિડ-કેપ શેરો ઉપર કેન્દ્રિત થયું

 | 1:06 am IST

F&O ફંડાઃ  જતિન સંઘવી

નિફ્ટીની હવે ધીમી ચાલઃ બજારમાં સતત આગેકૂચ સંબંધિત ચેતવણીઓ છતાં પણ તેજીમાં આગેકૂચ જોવા મળી રહી છે. છેલ્લાં બે મહિનાથી માર્કેટમાં સતત વધારો થયો છે, જેના કારણે રોકાણકારો વચ્ચે માર્કેટમાં વધુ આગેકૂચ અંગે સંશય છે. સેન્સેક્સ લગભગ ૪,૦૦૦ પોઇન્ટ્સ અને નિફ્ટી ૧,૨૦૦ પોઇન્ટ્સ વધી છે ત્યારે માર્કેટ થોડો સમય થાક ખાશે તેવા સંકેત છે. જોકે, માર્કેટને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટી દૈનિક અને સાપ્તાહિક ધોરણે ૧૧,૪૯૯-૧૧,૪૮૬ના મજબૂત સપોર્ટ ઉપર જળવાઇ રહેશે તો ૧૧૯૦૭ના ટૂંકાગાળાના ટાર્ગેટ તરફ આગળ વધી રહી છે.

મીડ-કેપ ૫૦: ફોલિંગ વેજ બ્રેકઆઉટઃ મિડ-કેપ૫૦ ઇન્ડેક્સ (સીએમપી-૫,૩૪૫)એ બે સપ્તાહ પહેલાં સાપ્તાહિચ ટાઇમફ્રેમમાં બુલિશ ફોલિંગ વેજ પેટર્ન (ટાર્ગેટ-૬,૧૪૭) પૂર્ણ કરી હતી. તેની અસર હેઠળ મિડ-કેપ ઇન્ડેક્સ આશરે ૨.૫ ટકા, જ્યારે કે નિફ્ટી માત્ર ૧ ટકા વધી હતી. ફ્રન્ટલાઇન ઇન્ડાઇસિસ અને મીડ-કેપ ઇન્ડેક્સને જોતાં હવે મિડ-કેપમાં આગેકૂચની સંભાવના વધી છે. આ સપ્તાહે મિડ-કેપ ઇન્ડેક્સે ૬૧.૮ ટકાને પાર કર્યું હતું અને હવે ૫,૭૨૨ના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ૫,૪૭૪ ઉપર વચગાળાનું રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે.

કેન્ડલસ્ટિક અભ્યાસઃ દૈનિક ચાર્ટ્સ ઉપર નિફ્ટીએ વ્હાઇટ બોડી સ્પિનિંગ ટોપ અને સેન્સેક્સે સ્મોલ બ્લેક બોડી સ્પિનિંગ ટોપનું નિર્માણ કર્યું છે. ફરી એકવાર સાપ્તાહિક ચાર્ટ્સે પણ સમાન ફોર્મેશન બનાવ્યું છે, એટલે કે અપર શેડો સાથે સ્મોલ વ્હાઇટ બોડી કેન્ડલ. દૈનિક અને સાપ્તાહિક ફોર્મેશન સકારાત્મક વલણ દર્શાવે છે.

સપોર્ટ ઝોનઃ બે સપ્તાહ પહેલાં સેન્સેક્સમાં ૩૮,૦૫૦-૩૮,૦૨૨ અને નિફ્ટીમાં ૧૧,૪૯૯-૧૧,૪૮૬ વચ્ચે ત્રીજી બુલિશ ગેપનું નિર્માણ થયું હતું. આ ગેપ સૂચકાંકોને મજબૂત સપોર્ટ પૂરો પાડશે કારણકે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર આ ગેપનું નિર્માણ થયું છે. વર્તમાન તેજીમાં વધુ બે બુલિશ ગેપનું નિર્માણ થયું છે, જે માર્કેટને સપોર્ટ આપી રહી છે અને આ પ્રક્રિયામાં સૂચકાંકોએ બાઉન્સ બેક થતાં પહેલાં હાયર બોટમનું નિર્માણ કર્યું છે. ઉપરોક્ત દર્શાવેલી બુલિશ ગેપની નીચે સૂચકાંકો સરકશે તો માર્કેટ સેન્સેક્સમાં ૩૭,૬૪૩-૩૭૫૮૨ અને નિફ્ટી ૧૧,૩૭૦-૧૧,૩૬૮ વચ્ચે બીજી બુલિશ ગેપનો સપોર્ટ લેશે. પ્રથમ બુલિશ ગેપ સેન્સેક્સમાં ૩૭,૧૩૧-૩૭,૦૬૧ અને નિફ્ટીમાં ૧૧,૨૧૦-૧૧,૧૮૫ વચ્ચે છે, જે માર્કેટને મજબૂત સપોર્ટ આપે છે.

રાઉન્ડિંગ બોટમ ટાર્ગેટ – ૧૨,૩૯૧ : સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન પૂર્ણ કર્યું છે અને તે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૪૦,૪૦૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૨,૩૯૧ છે. આ ઉપરાંત બંન્ને સૂચકાંકોએ બુલિશ કપ એન્ડ હેન્ડલ પેટર્ન પૂર્ણ કરી છે, જે પ્રમાણે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૯૫૦૩ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૧,૯૦૭ છે. જો સેન્સેક્સ ૩૪,૯૩૭ અને નિફ્ટી ૧૦,૫૫૭ની ઉપર જળવાઇ રહે તો જ ઉપરોક્ત ટાર્ગેટ હાંસલ કરી શકાય.

તેજી અકબંધઃ આ સપ્તાહ દરમિયાન બંને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ-૩૮,૦૮૮ અને નિફ્ટી-૧૧,૫૦૬)ની ટૂંકાગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ-૩૬,૯૫૯ અને નિફ્ટી-૧૧,૧૬૬)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ-૩૪,૯૪૬ અને નિફ્ટી -૧૦,૬૭૬)ની લાંબાગાળાની સરેરાશ ઉપર જળવાયેલા છે. આમ ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાનું વલણ તેજી તરફી વલણનો સંકેત આપે છે.

તેજીમાં આગેકૂચનો સંકેત આપતાં ઓસિલેટર્સ

એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંન્ને પોઝિટિવ છે અને ખરીદીના મોડમાં છે. આરએસઆઇ (૬૯) મજબૂત તેજીની સંભાવના વ્યક્ત કરે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર +D (૮૧) એ -Dની નીચે છે અને તેથી વેચાણ મોડમાં છે. એડીએક્સ વધીને ૪૩ના સ્તરે સ્પર્શ્યો છે, જે મજબૂત આગેકૂચનો સંકેત છે. દિશાસૂચક સૂચકાંકો ખરીદીના મોડમાં જળવાયેલા છે કારણકે +D એ -Dની ઉપર છે. એમએફઆઇ (૫૫) બજારમાં નાણાનો સકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી સતત હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. બોલિંજર બેન્ડમાં પણ ખરીદીનું સિગ્નલ છે. આમ ઓસિલેટર્સ તેજી તરફી ઝોંક દર્શાવે છે.

ઓપ્શન વિશ્લેષણ

સપ્ટેમ્બર શ્રેણી માટેના ઓપ્શન આંકડાને ધ્યાનમાં લેતાં ૧૧,૮૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ અને ૧૧,૬૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળી રહ્યું છે. આમ ઓપ્શન આંકડા ૧૧,૮૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૧,૬૦૦ના સપોર્ટ સાથે સાંકડી ટ્રેડિંગ રેન્જ સૂચવે છે.