Stock Market: Sensex - Nifty rises, stocks rise in all sectors except media
  • Home
  • Business
  • સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 287 અને નિફ્ટીમાં 80 પોઈન્ટના વધારા સાથ શરૂઆત

સપ્તાહના પહેલા દિવસે શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 287 અને નિફ્ટીમાં 80 પોઈન્ટના વધારા સાથ શરૂઆત

 | 9:56 am IST
  • Share

આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સની શરૂઆત 287.59 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 40797.08 ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 0.67 ટકા એટલે કે 80.05 પોઈન્ટના વધારા સાથે 11829.70ના સ્તર ઉપર ખુલ્યો હતો.

મોટા શેરોની વાત કરીએ તો આજે બજાજ ઓટો અને શ્રી સીમેંટ સિવાય દરેક કંપનીના શેરની શરૂઆત વધારા સાથે થઈ હતી. ખાસ વધારો થનારા શેરમાં હિંડાલ્કો, ઈંફોસિસ, ટાટા સ્ટીલ, આઈટીસી અને એક્સિસ બેંક સામેલ છે.

સવારે સેંસેક્સ 116.75 પોઈન્ટ એટલે કે 0.29 પોઈન્ટના વધારા પછી 40626.24ના સ્તરે હતો. જ્યારે નિફ્ટી 100.80 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના વધારા સાથે 12015ના સ્તર પર હતો.

ગયા સપ્તાહે સેંસેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. સેંસેક્સ 0.81 ટકાના વધારા સાથે 326.82 પોઈન્ટ ઉપર 40509.49ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 0.67 ટકાના વધારા સાથે 11914.49ના સ્તરે બંધ થયો હતો.

શુક્રવારે સેંસેક્સની શરૂઆત વધારા સાથે થઈ હતી. સેંસેક્સની શરૂઆત 43.58 પોઈન્ટના વધારા સાથે થઈ હતી. જ્યારે નિફ્ટી 0.15 ટકા એટલે કે 17.45 પોઈન્ટના સામાન્ય વધારા સાથ શરૂઆત થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો