stock market Shares of Hindustan Copper rise 15 percent
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બજારમાં ચોતરફી વેચવાલી વચ્ચે અડગ બની રહ્યું આ સેક્ટર

બજારમાં ચોતરફી વેચવાલી વચ્ચે અડગ બની રહ્યું આ સેક્ટર

 | 7:44 am IST
  • Share

સોમવારે બજારમાં ચારેબાજુથી વેચવાલી વચ્ચે મેટલ સેક્ટરના શેર્સ અડગ બનીને ઊભા રહ્યાં હતાં. એક તબક્કે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૩ ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. જોકે બજારમાં વેચવાલી આકરી બનતાં તેણે કેટલોક સુધારો ગુમાવ્યો હતો અને કામકાજના અંતે ૧.૬ ટકાના સુધારે ૩,૬૦૯ની સપાટી પર બંધ આવ્યો હતો. મેટલ નિફ્ટીએ ૩,૬૮૨ની ઓલટાઇમ હાઇ દર્શાવી હતી. જ્યારે ૩,૬૦૯ પર બંધ દર્શાવ્યું હતું. અંતિમ એક સપ્તાહમાં તે ૪ ટકાનો સુધારો દર્શાવે છે. જે દરમિયાન નિફ્ટી ૪ ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.

મેટલ શેર્સમાં જાતે-જાતમાં ખરીદી જોવા મળી હતી. એટલે કે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં લેવાલી જળવાઈ હતી. સાથે ખાનગી તેમજ જાહેર સાહસો, બંને ક્ષેત્રો મજબૂતી દર્શાવતાં હતાં. જેમ કે સૌથી વધુ સુધારો દર્શાવનાર હિંદુસ્તાન કોપરનો શેર ૧૫ ટકા ઊછળ્યો હતો અને ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં કોપરના ભાવ ૧૦ વર્ષની ટોચ પર પહોંચતા જ્યારે સ્થાનિક બજારમાં તે સર્વોચ્ચ સપાટી પર પહોંચતાં ઉત્પાદક કંપનીઓના ભાવમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. હિંદ કોપરનો શેર અંતિમ સપ્તાહમાં ૩૧ ટકા જેટલો ઊછળ્યો છે. જ્યારે ત્રણ મહિનામાં તે ૧૬૬ ટકાનું તીવ્ર વળતર સૂચવી રહ્યો છે. ગયા માર્ચ મહિનાંમાં રૂ. ૧૮ના તળિયા સામે સોમવારે તેણે રૂ. ૧૦૩ની ટોચ નોંધાવી હતી. અન્ય મેટલ શેર્સમાં રત્નમણિ મેટલ (૯.૪ટકા), વેદાંતા (૭ ટકા), જેએસડબ્લ્યૂ સ્ટીલ (૨.૭ ટકા), હિંદાલ્કો(૨.૭ ટકા), સેઈલ        (૨.૩ ટકા), મોઈલ(૨.૩ ટકા) અને તાતા સ્ટીલ(૨ ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આમાં હિંદાલ્કો તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ઉપરાંત વેદાંતે પણ બે વર્ષની ટોચ દર્શાવી હતી. રત્નમણિ મેટલનો શેર સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર સપ્તાહમાં ૧૨ ટકાનો જ્યારે છ મહિનામાં ૫૭ ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે.

આ વીડિયો પણ જૂઓ: અત્યાચાર ગુજારનાર ડોક્ટર પતિ ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન