Stock up on surgical equipment that can last only ten days in the city
  • Home
  • Ahmedabad
  • શહેરમાં માત્ર દસ દિવસ ચાલી શકે તેટલો જ સર્જિકલ સાધનોનો સ્ટોક! પછી શું થશે?

શહેરમાં માત્ર દસ દિવસ ચાલી શકે તેટલો જ સર્જિકલ સાધનોનો સ્ટોક! પછી શું થશે?

 | 8:35 am IST

સરકારે મેડિકલ સેવાઓને લગતી ફેક્ટરીઓ અને તેના ઉત્પાદકોને પોતાનું કામ ચાલુ રાખવા જાહેરાત તો કરી છે પરંતુ લોકડાઉનના કારણે કારીગરો ન આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાતા ખાસ કરીને માસ્ક અને ગ્લોવ્ઝ જેવી અત્યારે ખાસ જરૂરી મેડિકલ ચીજવસ્તુઓના ઉત્પાદનનું કામકાજ બંધ કરી દેવું પડયું છે. એક અંદાજ મુજબ, શહેરમાં સાતથી દસ દિવસ ચાલે તેટલા જ સર્જિકલ સાધનો સહિતની વસ્તુઓનો સ્ટોક વેપારીઓ પાસે હોવાથી ત્યાર બાદ આ વસ્તુઓ ન મળે તેવી શક્યતા વધી ગઇ છે.

સરકારી તંત્ર ઘોર નિદ્રામાં જણાય છે. જો આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી ન કરવામાં આવી તો ટૂંક સમયમાં આ વસ્તુઓ પણ ખતમ થઇ જશે અને તેના પણ કાળાબજાર શરૂ થવાની શંકા સેવાઇ રહી છે. સરકાર નિદ્રામાંથી જાગશે ત્યારે તો પરિસ્થિતિ બગડી જવાની શક્યતા આ ક્ષેત્રના ઉત્પાદકોમાં ચર્ચાઇ રહી છે. હાલમાં પણ મેડિકલ જગત સાથે સંકળાયેલા લોકો ચિંતા કરી રહ્યાં છે પરંતુ સરકાર સળવળતી નથી. શહેરના એક સર્જિકલ પ્રોડક્ટના મેન્યુફેક્ચરરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે, અમે માસ્ક, એક્ઝામિનેશન ગ્લોવ્ઝ, બેડશીટ, સર્જિકલ ડિસ્પોઝેબલ પ્રોડક્ટ, હેન્ડ સેનિટાઈઝશનની બોટલ, ટ્રાન્સફ્યૂઝન-ઇન્ફ્યૂઝન સેટસ સહિતની વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ. તેમાં પણ એક્ઝામિનેશન ગ્લોવ્ઝ તો બહારથી એક્સ્પોર્ટ કરી મંગાવીએ છીએ. અમારી ફેકટરીઓ બંધ થઇ ગઇ છે. લોકડાઉનના કારણે કારીગરો કંપની પર આવી શકતા નથી. તેના કારણે પ્રોડક્શન બંધ કરાયું છે.

સુરતમાં અઠવાડિયું ચાલે તેટલા જ સર્જિકલ પ્રોડક્ટનો જથ્થો પડયો છે. મહામારી વધશે તો આ બધી વસ્તુઓ ક્યાંથી લવાશે. તેની કાળાબજારી શરૂ થશે. સમગ્ર ભારતમાં સર્જિકલ વસ્તુઓ મોટા ભાગે અમદાવાદ ખાતે બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન