શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે - Sandesh

શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જારી રહેશે

 | 1:10 am IST

ચાર્ટ કોરિડોરઃ ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૫,૦૬૭) : મિત્રો, બી.એસ.ઈ. ઈન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૬,૦૫૦ સામે ૩૬,૧૦૬ના મથાળે ખૂલી ઉપરમાં એક તબક્કે ૩૬,૪૪૪ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ઘટવા તરફી થઈ અફરાતફરીભર્યા માહોલમાં અપેક્ષાથી વિપરીત બજેટ થકી વેચવાલી તીવ્ર બની હતી અને ૩૫,૦૦૬ની નીચી સપાટી સ્પર્શી અંતે ૩૫,૦૬૭ના મથાળે બંધ રહેલ છે. તેના આગલા સાપ્તાહિક બંધ ૩૬,૫૦ની સરખામણીમાં ૯૮૩ પોઈન્ટનો આતંકભર્યો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન ઓવરઓલ ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી અને અપેક્ષાથી વિપરીત બજેટ થકી લેણના ભારે પોટલા છૂટયા હતા. સ્મોલકેપ તથા મિડકેપ શેરોમાં કચ્ચરઘાણ સમો ઘટાડો નોંધાયો હતો. એકંદરે આંતરપ્રવાહો નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૦,૦૦૦ તથા ૨૮,૦૦૦ નજીકના તથા ૨૫,૦૦૦ના મજબૂત ટેકાને અનુલક્ષી ૨૨,૫૦૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૪૩,૮૦૦નો સુધારો જોવાશે.

હવે આગામી સપ્તાહ અંગે ઈન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૫,૩૪૬ તથા ૩૫,૫૦૦ નજીકની તથા ૩૫,૭૩૮ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૫,૯૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૪,૯૧૯, ૩૪,૮૨૧ તથા ૩૪,૭૪૬નો આરંભિક ઘટાડો જોવાશે. ૩૪,૭૪૬ નીચે બંધ આવતાં ૩૪,૫૫૯ તથા ૩૪,૨૮૦નું પેનિક જોવાશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર (૧૦,૭૫૬) : ૧૦,૮૩૫ તથા ૧૦,૮૮૧ નજીકની તથા ૧૦,૯૫૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૦૧૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦,૭૨૦ તથા ૧૦,૬૯૨ની આરંભિક નીચી સપાટી આવશે. ૧૦,૬૯૨ તૂટતાં ૧૦,૬૫૨, ૧૦,૬૨૨ તથા ૧૦,૫૭૬નું વધુ પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર (૨૬,૫૦૫) : ૨૬,૮૧૬ તથા ૨૬,૯૯૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૬,૯૯૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૬,૪૧૨, ૨૬,૩૬૨ તથા ૨૬,૦૫૨નો આરંભિક વધુ ઘટાડો જોવાશે. ૨૬,૦૫૨ તૂટતાં ૨૫,૬૫૧નું પેનિક જોવાશે. ઉપરમાં ૨૬,૯૯૫ પાર થતાં ૨૭,૦૭૯ તથા ૨૭,૨૭૨-૨૭,૩૭૦ના છેતરામણા ઉછાળા જોવાશે.

અદાણી એન્ટર (૧૯૭) : ૨૦૩ તથા ૨૦૭ના ઉછાળે ૨૧૩ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૧૮૬/૫૦ તથા ૧૭૬નું પેનિક જોવાશે.

તાતા મોટર્સ (૩૮૪) : ૩૯૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૯૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭૮ તથા ૩૫૮નો ઝડપી સુધારો જોવાશે.

ભારત ફોર્જ (૬૯૦) : ૭૦૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૧૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬૭૨ તથા ૬૫૨નો ઘટાડો જોવાશે.

બાલક્રિષ્ણા ઇંડ (૧,૦૮૬) : ૧,૧૦૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૧૬૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૦૫૩ તથા ૧,૦૨૩નો ઘટાડો જોવાશે.

ઈન્ડિગો (૧,૧૮૦) : ૧,૧૯૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૨૧૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૧૪૦ તથા ૧,૧૦૭નો ઘટાડો જોવાશે.

આરબીએલ બેન્ક (૪૮૭) : ૪૯૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૬૬ તથા તે નીચે બંધ આવતાં ૪૬૭નો ઘટાડો જોવાશે.

દીવાન હાઉસિંગ (૫૨૧) : ૫૪૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૬૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૯૨નો આરંભિક ઘટાડો જોવાશે. ૪૯૨ નીચે બંધ આવતાં ૪૪૮નું પેનિક જોવાશે.

રેપકો એમ ફાઈનાન્સ (૫૯૫) : ૬૯૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૬૩૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૬૭ તથા તે નીચે બંધ આવતાં ૫૧૪નું પેનિક જોવાશે.

બજાજ ફાઈનાન્સ (૧,૬૬૦) : ૧,૬૪૫ તથા ૧,૬૮૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૭૧૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૫૭૪ તથા ૧,૫૩૦નો ઘટાડો જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા ફાઈનાન્સ (૪૪૬) : ૪૫૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪૬૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૧૫ તથા ૩૮૧નો ઘટાડો જોવાશે.

એલએનટી ફાઈનાન્સ (૧૫૮) : ૧૬૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૭૦નો સ્ટોપલોસરાખવો. નીચામાં ૧૫૦ તથા તે નીચે બંધ આવતાં ૧૪૦નો ઘટાડો જોવાશે.