પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જ ચોરી, ગઠીયો લાખો રૂપિયાની ચોરી કરી ફૂર... - Sandesh
  • Home
  • Ahmedabad
  • પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જ ચોરી, ગઠીયો લાખો રૂપિયાની ચોરી કરી ફૂર…

પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જ ચોરી, ગઠીયો લાખો રૂપિયાની ચોરી કરી ફૂર…

 | 11:17 am IST

આજ કાલ ગુજરાતમાં ચોરીના બનાવો ખુબ વધી રહ્યા છે. હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શોપ જોગી જવેલર્સના આરોપીઓને ઝડપવામાં પોલીસ કામયાબ રહી હતી. ત્યાં એક બીજો બનાવ સામે આવ્યો છે.

આ બનાવ સુરતનો નથી પરંતુ અમદાવાદનો છે. અમદાવાદમાં આવેલા ખોખરા વિસ્તારમાં ડિવાઈન એવન્યુમાં ચોરીનો બનાવ સામે અવ્યો છે. આ બનાવ 15 તારીખની રાતે બન્યો હતો. પરિવારના બધા સદસ્યો ધાબે સુવા ગયા હતા અને ચોર હાથફેરો કરીને નાસી ગયો હતો.

ઘરના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે ચોર સોના-ચાંદીના દાગીના સહીત અમેરિકન ડોલરો અને 5 પાસપોર્ટ પણ લઈને રફુ ચક્કર થઇ ગયો છે. અને કહેવામાં આવે છે કે તસ્કરો લાખો રૂપિયાની ઉઠાંતરી કરીને નાસી ગયા છે.

આ મામલે પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા જેવી બાબત એ છે કે ખોખરામાં આવેલા ડિવાઈન એવન્યુ ખોખરા પોલીસ સ્ટેશનથી ફક્ત 200 મીટરના અંતરે આવેલુ છે.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને તપાસમાં લાગી ગઈ છે પરંતુ હજુ સુધી કોઈ માહીતી સામે આવી નથી.