ગર્વથી કહો હું નારી છું - Sandesh

ગર્વથી કહો હું નારી છું

 | 1:20 am IST

માતાના ગર્ભમાં અનઇચ્છીત શિશુ તરીકે ઉછરતી હું નારી છું,

આ દુનિયામાં આવી અનેક વિઘ્નોને પાર કરીને પણ આગળ વધનારી હું નારી છું

માતાની કૂખે દીકરી અવતરી હોવાનો પરિવારનો અણગમો ભોગવનાર હું નારી છું

ભાઇને અછોવાના થતાં જોઇને ખુશ થનાર પણ હું નારી જ છું

ભેદભાવ ભરેલા આ વાતાવરણમાં સતત ઘૂંટાતી હું નારી છું

અને તેથી જ આગળ વધવા, આત્માને સતત તૈયાર કરનારી હું નારી છું

રોજ ઘરનું કામ કરી મારા ભણતરને સતત આગળ વધારતી હું નારી છું

અને અંતે ભણીગણીને આ જગમાં મારા પરિવારનું નામ રોશન કરનાર હું નારી છું

આજે ભાઇ કરતાં પણ આગળ વધી મારા પરિવારનું પાલન કરનાર હું નારી છું

સતત ભાઇની સરાહના કરતા મારા પિતાનો આજે વહાલ પામનાર હું નારી છું

ભાઇ કરતાં પણ સવાયી અને ભાઇની બધી જ જવાબદારી ઉપાડનાર હું નારી છું

પિતાના દિલમાં ભાઇનું સ્થાન પામનાર હું નારી છું

હું શું કામ મારી જાતને ઉણી આંકુ?

દુનિયા મને ઉણી આંકી શકવા સક્ષમ નથી કારણ હું નારી છું

દુર્ગા, સરસ્વતી, લક્ષ્મી, મહાકાળી આવા અનેક રૂપ મારા

આ અનેક રૂપને સાર્થક કરતી હું નારી છું

હા આજે ગર્વથી હું અને દુનિયા બંને કહે છે હું નારી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન