નોઈડાની પોશ સોસાયટીમાં સામ સામે જોરદાર પથ્થરમારો, કારણ જાણી ચક્કર ખાઈ જશો, જુઓ video - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નોઈડાની પોશ સોસાયટીમાં સામ સામે જોરદાર પથ્થરમારો, કારણ જાણી ચક્કર ખાઈ જશો, જુઓ video

નોઈડાની પોશ સોસાયટીમાં સામ સામે જોરદાર પથ્થરમારો, કારણ જાણી ચક્કર ખાઈ જશો, જુઓ video

 | 3:44 pm IST

નોઈડા સેક્ટર 78ની પોશ સોસાયટી મહાગુન મોર્ડરમાં બુધવારે જોરદાર હોબાળો મચ્યો. સોસાઈટીમાં કામ કરતી એક મેડની પીટાઈ અને તેને બંધક બનાવવાના આરોપ બાદ ગામવાળાઓએ પથ્થરબાજી કરી. સોસાઈટીના લોકો અને ગાર્ડ્સ દ્વારા પણ ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનાના કારણે વિસ્તારમાં ઘણા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. બબાલની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ આમ છતાં મૂકદર્શક બનીને જોતી રહી.

મળતી માહિતી મુજબ આ વિવાદ સોસાયટીમાં કામ કરતી એક મેડ (કામવાળી)ને લઈને થયો. ગ્રામિણોનો આરોપ છે કે તે મેડને બે દિવસથી ઘરે જવા દેવામાં આવી નહતી. બુધવારે સવારે તે બેભાન હાલાતમાં મળી આવી. બીજી બાજુ સોસાયટીનો આરોપ હતો કે મેડને દસ હજાર રૂપિયા ચોરી કરતા રંગે હાથે પકડી પાડી હતી જેના કારણે તે ઘરે પાછી ન ફરી.

બુધવારે સવારે મેડના સંબંધી અને ગામના લોકો નોઈડા સેક્ટર 78 સ્થિત મહાગુન મોર્ડન સોસાયટી પહોંચી ગયા. તેમણે ત્યાં તોડફોડ કરી અને પથ્થરમારો શરૂ કરી દીધો. તેમની સોસાયટીના સુરક્ષા ગાર્ડ્સ સાથે પણ ઝડપ થઈ. પોલીસના આવ્યાં બાદ બંને બાજુથી પથ્થરમારો થયો અને પોલીસ તમાશો જોતી રહી. મકાન માલિકે સમગ્ર મામલા અંગે વાત કરતા કહ્યું કે અમારા ત્યાં કામ કરતી એક બાંગ્લાદેશી મહિલા પર અમને ચોરીનો શક હતો.

તેમણે વધુમાં કહ્યું કે સોમવારે અમે તેને આ અંગે પૂછ્યું અને કહ્યું કે અમારી પાસે તેનો એક વીડિયો છે જેમાં તે ચોરી કરી રહી છે. ગભરાઈને તેણે 10000 રૂપિયાની ચોરીની વાત કબુલ કરી અને રૂપિયા તેના પગારમાંથી કાપવા જણાવ્યું. પરંતુ તે 12 અન્ય ઘરોમાં પણ કામ કરે છે આથી અમને સોસાયટીને જણાવવું યોગ્ય લાગ્યું.

તેમણે કહ્યું કે તેને ડર હતો કે જો પોલ ખુલી ગઈ તો તેની નોકરી જશે. અમે જ્યારે ફરિયાદ કરવા ગયા તો તે ભાગી ગઈ અને મોબાઈલ પણ મારા ઘરે છોડી ગઈ. રાતના તેનો પતિ એમ કહેવા આવ્યો કે મેડ ઘરે પાછી ફરી નથી અને તેણે મોબાઈલ માંગ્યો. મને શક ગયો કે તેને મોબાઈલ અંગે કેવી રીતે ખબર પડી. થોડીવારમાં તે પોલીસ સાથે ફર્યો અને અમે સમગ્ર ઘટના જણાવી. પોલીસવાળા પણ તેને વઢ્યા અને અમને હેરાન કરવાની ના પાડી. ત્યારબાદ સવારે પથ્થરમારો થવા લાગ્યો અને બબાલ મચી.