Stone Pelting in Nagarwada area of Vadodara
  • Home
  • Baroda
  • વડોદરામાં ફુગ્ગા અગિયારસની ઉજવણીમાં ફુગ્ગાને બદલે સામસામે થયો પથ્થરમારો

વડોદરામાં ફુગ્ગા અગિયારસની ઉજવણીમાં ફુગ્ગાને બદલે સામસામે થયો પથ્થરમારો

 | 10:18 pm IST

વડોદરામાં વધુ એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. ફૂગ્ગા અગિયારસની ઉજવણી દરમિયાન ફૂગ્ગા મારવાની બાબતે મામલો બિચકતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જો કે પોલીસે તાત્કાલિક એક્શન લઈ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અને આ મામલે 8 લોકોની ધરપકડ કરી હતી.

વડોદરાના નગરવાડા ખાતે ફુગ્ગા અગિયારસની ઉજવણી ચાલી રહી હતી. આ ઉજવણીમાં બે જૂથ એકબીજા પર ફુગ્ગાઓનો મારો ચલાવતો હોય છે. પણ ફુગ્ગાની આ મારામારીમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જોતજોતામાં બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ફુગ્ગાને બદલે બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. સામસામે પથ્થરમારો થતાં ફુગ્ગા અગિયારસની ઉજવણીમાં સામેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

પથ્થરમારાની ઘટના બનતાં જ પોલીસે તાબડતોડ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અને આ મામલે 8 લોકોની ધરપકડ કરી લીધી હતી. જો કે આવી ઘટના ફરીથી ન બને તે માટે પોલીસે નગરવાડામાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. આમ પણ વડોદરાનો નગરવાડા વિસ્તાર સંવેદનશીણ ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન