Stop baking political roti to become BJP's B team in the name of pass: Manoj posters
  • Home
  • Election 2019
  • પાસના નામે ભાજપની બી ટીમ બની રાજકીય રોટલા શેકવાનું બંધ કરો: મનોજ પનારાના ચાબખા

પાસના નામે ભાજપની બી ટીમ બની રાજકીય રોટલા શેકવાનું બંધ કરો: મનોજ પનારાના ચાબખા

 | 3:40 am IST

પાટીદાર અનામત આંદોલન સમિતિના સુત્રધાર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ મોરબી પાસમાં રીતસર ફાટા પડયા છે. ત્યારે ગઈકાલે મોરબી પાસની વાલી સમિતિની મહત્વની મીટીંગ મળી હતી. જેમાં વાલી સમિતિનું વિસર્જન કરવા નિર્ણય લેવાયો હતો.

બીજી તરફ આ મામલે મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ પાસને વિખેરવાનો કોઈને અધિકાર ન હોવાનું જણાવી જ્યા સુધી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યા સુધી કોઈ પાસ વિખેરી ન શકે તેમ જણાવી મોરબી પાસ વાલી સમિતિના નામે ભાજપની બી ટીમ રાજકીય રોટલા શેકી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી પાસની વાલી સમિતિની મીટીંગ મળી હતી. જેમાં પાસના અનેક કાર્યકરો હાજર હતા. અને તેમણે જણાવ્યુ હતુ કે, આ સમિતિનું વિસર્જન કરવામાં આવે. વધુમાં પણ પાસ કાર્યકરોની અગત્યની બેઠક મળનાર છે. જેમાં વિધિવત રીતે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત આપવામાં આવશે.

દરમ્યાન મોરબી પાસ વાલી સમિતિના વિસર્જન અંગે મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં પાસના નામે ભાજપની બી ટીમ રોટલા શેકી રહી છે. અનામત આંદોલન સમયે વડીલોને પાસની વાલી સમિતિમાં જોડવામાં આવ્યા હતા. પરંતુ અમુક લોકો પાસના નામે ભાજપની બી ટીમ બનીને કામ કરી રહ્યા છે. આ અગાઉ પણ ભાજપને લાભ અપાવવા આ લોકોએ ર૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં પણ ભાજપ માટે કામ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબી પાસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે પાસની વાલી સમિતિ વિસર્જન અંગે મનોજ પનારાએ કહ્યુ હતુ કે, પાસના ઓરીજનલ કાર્યકરો ભાજપમાં ન ગયા હોવાનું જણાવી ઉમેર્યુ હતુ કે, જ્યા સુધી અલ્પેશ કથીરિયા જેલમાં છે ત્યા સુધી પાસ વિખેરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને જે લોકોને પાસ છોડી જવુ હોય તે જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન