IPL-2018: ભાવુક મેસેજ સાથે બટલર, સ્ટોક્સે રાજસ્થાન રોયલ્સ છોડી, જાણો શું છે કારણ - Sandesh
NIFTY 10,985.15 +4.70  |  SENSEX 36,455.96 +82.52  |  USD 68.8300 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: ભાવુક મેસેજ સાથે બટલર, સ્ટોક્સે રાજસ્થાન રોયલ્સ છોડી, જાણો શું છે કારણ

IPL-2018: ભાવુક મેસેજ સાથે બટલર, સ્ટોક્સે રાજસ્થાન રોયલ્સ છોડી, જાણો શું છે કારણ

 | 7:26 pm IST

આઈપીએલ-11માં રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફમાં પ્રવેશવા માટે કરો યા મરોની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ટીમના ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ બટલર અને બેન સ્ટોક્સ ટીમનો સાથ છોડી સ્વદેશ પરત ફર્યા છે અને તે બંને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

બંનેને 24મેથી પાકિસ્તાન સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાયા છે.

મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મળેલી હાર બાદ રાજસ્થાન રોયલ્સને માટે પ્લેઓફમાં પ્રવેશવાની આશા કઠિન થઈ ગઈ છે. હવે રાજસ્થાન રોયલ્સને પોતાની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાવાનું છું. તે પહેલાં જ બંને ખેલાડીઓએ ટીમનો સાથ છોડી દીધો છે.

આ સિઝનમાં સૌથી ઊંચી કિંમતે ખરીદાયેલો બેન સ્ટોક્સ અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. તેણે 13 મેચમાં 196 રન બનાવ્યા હતા જ્યારે બોલિંગમાં પણ નિરાશાજનક દેખાવ કરતાં 13 મેચમાં આઠ વિકેટ ઝડપી શક્યો હતો.

બીજી તરફ જોશ બટલરનું જવું ટીમ માટે મોટા ફટકા સમાન છે. તેણે આ સિઝનમાં 13 મેચમાં કુલ 538 રન બનાવ્યા હતા જેમાં સતત પાંચ અર્ધી સદી પણ સામેલ છે.