Video : સૃષ્ટિ રચનાર બ્રહ્માને પણ થયો હતો સ્ત્રીમોહ, જાણો શાસ્ત્રોમાં લખેલી આ અદભૂત વાત - Sandesh
  • Home
  • Videos
  • Video : સૃષ્ટિ રચનાર બ્રહ્માને પણ થયો હતો સ્ત્રીમોહ, જાણો શાસ્ત્રોમાં લખેલી આ અદભૂત વાત

Video : સૃષ્ટિ રચનાર બ્રહ્માને પણ થયો હતો સ્ત્રીમોહ, જાણો શાસ્ત્રોમાં લખેલી આ અદભૂત વાત

 | 6:11 pm IST

સૃષ્ટિની રચનામાં ત્રિદેવ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં બ્રમ્હાજીને સંસારના રચયિતા કહેવાય છે. બ્રહ્માજીની પ્રતિમામાં તમે ચાર મસ્તક જોયા હશે. પરંતુ સત્ય તો એ છે કે બ્રમ્હાજીને પાંચમુ શિષ પણ હતું. પરંતુ પોતાની અક્ષમ્ય ભૂલને કારણે તેમણે આ પાંચમુ શિષ ગુમાવવુ પડ્યુ. શા માટે બ્રમ્હાજીના પાંચમાં શિષને કાપવુ પડ્યુ તેની અનોખી કથા આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી છે.

કહેવાય છે કે પ્રાચીન સમયમાં મનમાધ નામના ભક્તની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રમ્હાજીએ તેને એવા ત્રણ બાણ આપ્યા હતા, જેનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિ પ્રેમરસમાં ડુબી જશે. ત્યારે મનમાધે પહેલા બાણનો પ્રયોગ ખુદ બ્રમ્હાજી પર જ કર્યો. ત્યારે બ્રમ્હાજીએ એકલા હોવાથી તેમણે પ્રેમ ભાવના પૂરી કરવા પોતાનામાંથી સતરુપા નામની એક સ્ત્રીને અવતરી કરી. સતરુપા ખૂબ જ સુંદર હતી, તેથી બ્રમ્હાજી તેના મોહમાં એટલા ડૂબી ગયા કે તેને પોતાની દ્રષ્ટિથી દૂર થવા નહોતા માગતા. તેઓ દરેક દિશામાં સતરુપાને જાઈ શકે તે માટે તેમણે પોતાના ચાર શિષ વિકસિત કર્યા. પંરતુ સતરુપા પરેશાન થઈને આકાશમાં રહેવા લાગી તો બ્રમ્હાજીએ પણ આકાશની દિશામાં પાંચમુ શિષ વિકસીત કર્યું.

બ્રમ્હાજીના અતિમોહને કારણે સતરુપા પરેશાન રહેવા લાગી. તેની આ સમસ્યા જોઈ શિવજી ક્રોધિત થઈ સતરુપાને કહે છે તેનો જન્મ બ્રમહ્‌જીના દેહમાંથી જ થયો છે તેથી તે તેમની પુત્રી કહેવાય. પોતાની પુત્રી પર જ ખરાબ દ્રષ્ટિ કરવી એ અક્ષમ્ય પાપ છે. બ્રમ્હાજીની આવી અનૈતિક ભાવનાને દંડ આપવા મહાદેવે પોતાના ત્રિશુળથી બ્રમ્હાજીનું આ પાંચમુ શિષ ધડથી અલગ કરી દીધુ.