બે શરીર એક હતા, પરંતુ સમુદ્રના મોજાં પ્રેમ ના સાંખી શક્યા - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • બે શરીર એક હતા, પરંતુ સમુદ્રના મોજાં પ્રેમ ના સાંખી શક્યા

બે શરીર એક હતા, પરંતુ સમુદ્રના મોજાં પ્રેમ ના સાંખી શક્યા

 | 1:00 pm IST

 

યુવાનોમાં લગ્ન અગાઉ આઉટડોર ફોટોગ્રાફીની ઘેલછા જોવા મળે છે. લગ્નવાંચ્છુકો લાખો રૂપિયા ખર્ચીને પણ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. જોકે એક યુગલને આ શોખ મોંઘો પડ્યો હતો. તેમની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ વહેતો થયો છે.

લગ્ન અગાઉ સમુદ્રના મોજાં વચ્ચે વીડિયો શૂટ કરવાની આ યુગલની ઈચ્છા હતી. આ યાદગાર પ્રેમાળ ક્ષણ ક્લિક કરવા માટે ફોટોગ્રાફરે બંને જણાંને સમુદ્રના પાણી વચ્ચેના એક ખડક પર ઊભા રાખ્યા હતાં. કેમેરામેન ક્લિક કરવાની તૈયારીમાં જ હતો અને સમુદ્રના મોજાંએ હુમલો કર્યો હતો. આથી પ્રેમીકનો પગ લપસી પડ્યો અને પાણીમાં પડી ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ ઈજા કે હાનિ થઈ નથી.