NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : કૃષ્ણએ આપ્યો હતો પ્રેમિકા રાધાને શ્રાપ, અચૂક જાણવા જેવી ખરા પ્રેમની આ વાત

Video : કૃષ્ણએ આપ્યો હતો પ્રેમિકા રાધાને શ્રાપ, અચૂક જાણવા જેવી ખરા પ્રેમની આ વાત

 | 6:33 pm IST

શ્રી હરિ વિષ્ણુએ સંસારમાં ધર્મની રક્ષાકાજે અવતાર ધારણ કર્યો, જે પૂર્ણ પુરષોત્તમ કૃષ્ણ તરીકે આજે પણ પૂજ્ય છે. શ્રી કૃષ્ણની સાથે રાધાનું નામ હંમેશા લેવાય છે. તેમના પ્રેમની પવિત્રતા અનન્ય હતી. કૃષ્ણ જો શબ્દ છે, તો રાધા તેનો અર્થ છે, જો કૃષ્ણ ગીત છે તો રાધા સંગીત છે. કૃષ્ણ જો સમુદ્ર છે, તો રાધા તરંગ છે. કૃષ્ણ જો પુષ્પ છે, તો રાધા સુગંધ છે. રાધા કૃષ્ણથી અલગ નથી. જેમ શિવ અને શક્તિ એક છે તેવી જ રીતે રાધા અને કૃષ્ણ પણ એક છે. રાધા એક એવુ આધ્યાત્મિક પૃષ્ઠ છે જ્યાં દ્વૈત અને અદ્વૈતનું મિલન થાય છે. જો સંપૂર્ણ
બ્રમ્હાંડનો આત્મા શ્રી કૃષ્ણ છે તો શ્રી કૃષ્ણનો આત્મા રાધા છે. ત્યારે આજે આપને જાણીએ કે, એક સમય એવો પણ આવ્યો હતો કે, કૃષ્ણે રાધાજને શ્રાપ આપ્યો હતો.

કહેવાય છે કે સૃષ્ટિના જન્મ પહેલા ગો લોક ધામમાં નિરંતર રાસ વિલાસ કરતા કરતા એક વાર રાધાના મનમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ. ઈચ્છા થતા જ તેમના પુત્રની ઉત્પત્તિ થઈ. પરમ સુંદરી રાધાનો પુત્ર પણ પરમ સુંદર હતો. એક દિવસ એવુ બન્યુ કે એ પુત્રના પંચ ભૂત, આકાશ, પાતાળ, વન, પર્વત, વૃક્ષ, અહંકાર, પ્રકૃતિ, પુરુષ તમામ દેખાયા. તેના મુખમાં આ બધુ જોઈ સુકુમારી રાધા ગભરાઈ ગયા. તેમને પ્રશ્ન થયો કે આ કેવો વિરાટ પુત્ર તેમને પ્રાપ્ત થયો.

મૂંઝાયેલા રાધાએ આ પુત્રને જળમાં નાખી દીધો. આ પુત્ર વિરાટ પુરુષ થયો. જેના માધ્યમથી સમસ્ત બ્રમ્હાંડની ઉત્પત્તિ થઈ. રાધાએ પોતાના પુત્ર સાથે જે વ્યવહાર કર્યો તેનાથી કૃષ્ણ દુખી થાય છે. તેમણે રાધાને શ્રાપ આપ્યો કે, હવે ભવિષ્યમાં તમે ક્યારેય સંતાન પ્રાપ્ત નહિ કરો. ત્યારથી જ રાધાનું એક નામ કૃશોદરી પડ્યું. જેમનું પેટ ક્યારેય વધતુ નથી. તો આ હતી કથા કૃષ્ણએ રાધાને આપેલા શ્રાપની.