Story of Wuhan lab at center of Covid leak suspicion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના વુહાનમાંથી લીક થયાની થિયરી ફગાવનાર વૈજ્ઞાાનિકો શંકાના દાયરામાં

કોરોના વુહાનમાંથી લીક થયાની થિયરી ફગાવનાર વૈજ્ઞાાનિકો શંકાના દાયરામાં

 | 6:30 am IST
  • Share

કોરોનાનો વાઈરસ વુહાનની લેબમાંથી લીક થયો છે તેવી થિયરી ફગાવનાર ૨૭ પૈકી ૨૬ વૈજ્ઞાાનિકો ચીનનાં સંશોધકો અને વૈજ્ઞાાનિકો સાથે સાઠગાંઠ ધરાવે છે તેવું જાહેર થતા સનસનાટી મચી છે. આને કારણે કોરોનાનું મૂળ શોધવા ચીનના વુહાન ગયેલા વૈજ્ઞાાનિકોનું તારણ અને વૈજ્ઞાાનિકોની કામગીરી ફરી શંકાના દાયરામાં આવ્યા છે.

૨૭ વૈજ્ઞાાનિકોએ કોરોના વાઈરસની ઉત્પત્તિનાં મુદ્દે ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવા દાવાને ફગાવ્યો હતો. ૭ માર્ચે વૈજ્ઞાાનિકોએ લખેલા આ પત્ર પછી કોરોનાની ઉત્પત્તિ વુહાન લેબમાંથી થઈ કે કેમ તેની ચર્ચાનો અંત આવ્યો હતો. એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૭માંથી ૨૬ વૈજ્ઞાાનિકો વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી સાથે એક યા બીજી રીતે સંબંધ ધરાવતા હતા.

વિશ્વનાં લગભગ તમામ દેશોએ શંકા દર્શાવી હતી કે વાઈરસ ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો હતો. આમ વૈજ્ઞાાનિકોની આ તપાસ તેમજ તેમનાં દ્વારા ચીન અને વુહાન લેબને આપવામાં આવેલી ક્લીનચીટની નિષ્પક્ષતા સામે ફરી સવાલો ઊઠયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન