કસુંબીના રંગે રંગાયેલી આ ક્રાંતિકારી ફિલ્મો એક વખત તો જોવી જ રહી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કસુંબીના રંગે રંગાયેલી આ ક્રાંતિકારી ફિલ્મો એક વખત તો જોવી જ રહી

કસુંબીના રંગે રંગાયેલી આ ક્રાંતિકારી ફિલ્મો એક વખત તો જોવી જ રહી

 | 2:58 am IST

આ માત્ર એક ફ્લ્મિનો સંવાદ ન હતો પણ વર્ષ ૨૦૦૬માં ભારતની યુવા પેઢીમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ અને ચંદ્રશેખર આઝાદની રાષ્ટ્રભક્તિને ફ્રીથી જીવતી કરી. શહીદ-એ-આઝમ ભગતસિંહને કેન્દ્રમાં રાખીને ફ્લ્મિો ઘણી બની પણ ‘રંગ દે બસંતી’ જેવું કામ કોઈ ફ્લ્મિ ન કરી શકી. દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ક્રાંતિકારી ફ્લ્મિ બનાવી હતી. આ પ્રકારની ફ્લ્મિથી કોઈ સમસ્યાનું સમાધાન નથી આવતું. પણ સચ્ચાઈનો સામનો કરવાની હિંમત પીરસે છે. આજે આપણી સામે અનેક સવાલો ઊભા છે. દેશ આઝાદ છે પણ ભ્રષ્ટાચારની જંજિરોથી ઝકડાયેલો છે. અંગ્રેજો જતાં રહ્યાં પણ સ્વતંત્ર દેશની સાથે સ્વતંત્ર જીવન મળ્યું ખરું? નાગરિકો નાગરિક ધર્મ બજાવે છે ખરા? રાજનેતાઓ વાદને ભૂલીને રાષ્ટ્ર માટે સમર્પિત થઈને કામ કરે છે ખરા?

લગભગ જવાબ નકારમાં આવે અને આ સવાલોનો જવાબ ‘રંગ દે બસંતી’ ફ્લ્મિમાં છે. આમિર ખાનના પેશનેટ રોલવાળી ફ્લ્મિને રાકેશે કાદવની વચ્ચે કમળની જેમ સજાવી હતી, કેમ કે તેમના વિચારને સમર્થન કરવાનો મતલબ પહાડ જેવા પડકારનો સામનો કરવા જેવું હતું. તેઓ દેશભક્તિની ફ્લ્મિ બનાવવા જતા હતા, કોઈ મસાલા ફ્લ્મિ નહીં? અને તે પણ સમકાલીન સમયને ભગતસિંહ-આઝાદ જેવાં મહાન ક્રાંતિકારીઓના સમયાંતર સાથે જોડીને બનાવવાની હતી. ફ્લ્મિ સાથે ભવ્ય નામ જરૂરથી હતા, પરંતુ તેમને ૨૦૦૨માં ‘શહિદ-એ-આઝમ’, ‘૨૩ માર્ચ, ૧૯૩૧ શહિદ’ અને અજય દેવગનની ‘ધ લિજેન્ડ ઓફ્ ભગતસિંહ’ જેવી ત્રણ-ત્રણ ફ્લ્મિોની નિષ્ફ્ળતા ભારે પડી શકે તેમ હતી.

આ નવો વિચાર સિનેમાના માધ્યમથી દેશને મળ્યો. દેશભક્તિની ફ્લ્મિ એટલે માત્ર પાકિસ્તાન સામે બૂમબરાડા નહીં પણ આંતરિક સમસ્યોઓને ઢંઢોળીને તેનું નિરાકરણ આપતી વાર્તાઓ પણ રાષ્ટ્રભક્તિની જ કડી છે. શાહરૂખ ખાનની ‘સ્વદેશ’ ભલે બોક્સઓફ્સિ પર કમાલ ન કરી શકી પણ જેમણે જેમણે આ ફ્લ્મિ જોઈ તેના હૃદયમાં ઘર કરી ગઈ. આ ફ્લ્મિમાં જે કહેવાયું છે એ સત્યઘટના છે. દેશનું સારું કૌશલ્ય અને જે દેશને સર્વોચ્ચ સ્થાને લઈ જઈ શકે તેમ છે એ જ દેશમાં ન રહે તો? નાસા જેવી સંસ્થામાં કાર્યરત બંદો ફ્રજ બજાવવા ખાતર દેશમાં આવે અને જ્યારે માટીની સોડમ તેને સ્પર્શી જાય છે ત્યારે એ પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણ માટે ખપાવી દે છે.

આજથી વધારે સારું કાલે બનશે અને તેનાથી બહેતરીન ભવિષ્યમાં. દેશપ્રેમને ધ્યાનમાં રાખીને જુદા જુદા સંદર્ભે દેશભક્તિના કસુંબે રંગાયેલી ઘણી ફ્લ્મિ બની છે. સમય, સ્થાન, આવડત, સુવિધા અને પરિસ્થિતિને આધારે અનેક ફ્લ્મિ બની છે. દેશ ભક્તિનો સંદર્ભ હવે માત્ર પાકિસ્તાન કે અંગ્રેજો વિરુદ્ધની બગાવત જ નથી પણ આંતરિક સમસ્યાને ઢંઢોળીને દેશને મજબૂત બનાવવો થઈ ગયો છે. ફ્લ્મિી પડદે દેશવીરોમાં ભગતસિંહ જેવી લોકપ્રિયતા કોઈને નસીબ નથી થઈ. પાકિસ્તાન જેટલો માર કોઈને નથી પડયો અને હીરો તરીકે મનોજ કુમાર જેવી રાષ્ટ્રીયતા કોઈના ભાગ્યમાં નથી આવી!

સાંપ્રત ભારતને શ્રેષ્ઠ રીતે દર્શાવીને આપણાં ફ્લ્મિકારોએ સિસ્ટમ પર બરોબર ચાબખાં માર્યા છે. ૧૫ ઓગષ્ટના રજૂ થવા જઈ રહેલી ‘સત્યમેવ જયતે’ ફ્લ્મિનો સૂર દેશભક્તિનો છે પણ નવા અંદાજમાં. ફઈટ અગેઈનસ્ટ કરપ્શન એન્ડ સિસ્ટમ. ભ્રષ્ટાચારને નાથવા માટે એક બંદો શું કરી શકે તેનું આ સારું ઉદાહરણ બની શકે છે. મહેશ બાબુની તાજેતરમાં જ રજૂ થયેલી તેલુગુ ફ્લ્મિ ‘ભારત અને નેનુ’ સાંપ્રત પ્રવાહમાં એક મુખ્યમંત્રી કઈ રીતે રાજ્યની સેવા કરી શકે તેની વાત છે. ફ્લ્મિમાં બતાવ્યું એ રાતોરાત શક્ય ન બને પણ એ દિશામાં કામ તો અવશ્ય થઈ શકે.

જે.પી.દત્તા સરહદના ફ્લ્મિમેકર છે. સરહદ અને યુદ્ધ તેમના પસંદીના વિષય બની ગયા છે. ‘બોર્ડર’માં માતબાર સફ્ળતા મેળવનાર આ દિગ્દર્શકને ‘એલ.ઓ.સી. કારગિલ’માં બહુ મોટો ફ્ટકો પડયો હતો. અને હવે ફ્રી એક વખત દેશના ઈતિહાસમાં ગુમનામ બનેલી સત્યઘટનાને ‘પલટન’ ફ્લ્મિમાં વાગોળી છે. દેશભક્તિ એટલે માત્ર સરહદ પર ની ફ્લ્મિો એવું નથી. દેશભક્તિ એટલે રાષ્ટ્રનું સ્વાભિમાન બને તેવી પ્રત્યેક ફ્લ્મિ કસુંબીના રંગે રંગાયેલી જ કહેવાય. ‘ચક દે ઈન્ડિયા’ હોય કે ‘દંગલ’ એ રમતમાં રાષ્ટ્રનું ગૌરવ બને છે તો ‘સરફ્રોશ’ જેવી ફ્લ્મિ એક સરકારી અધિકારી કઈ રીતે રાષ્ટ્ર માટે સમર્પિત બનીને કામ કરે છે તેનો આગવો અંદાજ છે.

ફરહાન અખ્તરની ‘લક્ષ્ય’ સાથે પણ ‘સ્વદેશ’ ફ્લ્મિ જેવું જ થયું હતું. પૈસા રળવામાં નિષ્ફ્ળ રહેલી આ ફ્લ્મિે યુવાઓને સૈન્યમાં ભરતી થવાનું મનોબળ પૂરું પાડયું હતું. કારગિલ યુદ્ધની કથામાં કલ્પનાના સૂર ઉમેરીને રિતિક રોશનનું પાત્ર તૈયાર કરાયું હતું. મનોજ કુમારનો આખો યુગ ફ્લ્મિમાં ભારતની મહાનતાને ઉજાગર કરે છે. તેમ નાના પાટેકરની ફ્લ્મિોમાં પણ કસુંબીનો રંગ બરોબર ખિલ્યો છે. ‘ક્રાંતિવીર’, ‘પ્રહાર’, ‘ત્રિરંગા’ અને ‘યશવંત’ જેવી ફ્લ્મિમાં દેશભક્તિની જવાળા ભભુકતી હતી. ક્રાંતિવીર ફ્લ્મિનો એક સંવાદ દેશને અરિસો બતાવનારો છે . ‘વો દો કૌડી કા પડોશી મુલ્ક જા આને વાલે સમય મેં શાયદ દુનિયા કે નકશે સે મિટ જાયેગા, જિસકા આટા ભી વિદેશી ચક્કી સે પીસ કે આતા હૈ, એક સૂઈ બનાને કી ઔકાત નહીં ઔર હમારે દેશ કો તોડને કે સપનેં દેખતા હૈ. વહ યહ સપના દેખ સકતા હૈ ક્યોંકી વહ જાનતા હૈ કિ યહ મુર્દોં કા દેશ હૈ, વતન કે લિયે કિસી કો હમદર્દી નહીં…’.

અક્ષય કુમારે તો તેનો આખો ફ્લ્મિીટ્રેકને નેશન સાથે જોડી દીધો છે અને આ ટ્રેક પર તો સોલિડ હિટ પુરવાર થઈ ગયો છે. ‘હોલિડે’, ‘બેબી’, ‘ગબ્બર ઈઝ બેક’, ‘એરલિફ્ટ’ જેવી ફ્લ્મિોમાં રાષ્ટ્રપ્રેમને દર્શાવ્યો છે. જ્હોન અબ્રાહ્મની ફ્લ્મિો પણ આ જ ટ્રેક પર આગળ વધી રહી છે. ‘મદ્રાસ કાફે’, ‘પરમાણુ’થી ‘સત્યમેવ જયતે’ની સફ્ર તેના કિરદારોને પરિપકવતા અપાવે છે.

ફિલ્મોગ્રાફઃ દિવ્યેશ વેકરીયા – [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન