strange fact 99 lakh 99 thousand 999 idols made in Unakoti sculptures connection lord shiva
  • Home
  • Featured
  • ઉનાકોટીમાં બનેલું છે 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય, ભગવાન શિવથી અદ્દભૂત કનેક્શન

ઉનાકોટીમાં બનેલું છે 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓનું રહસ્ય, ભગવાન શિવથી અદ્દભૂત કનેક્શન

 | 12:25 pm IST

ભારતમાં આવા અનેક આશ્ચર્યજનક સ્થળો છે, જેના કેટલાક રાજ છે જે આજ સુધી કોઈ જાણતું નથી. એક એવી જગ્યા છે જે ત્રિપુરાની રાજધાની અગરતલાથી આશરે 145 કિલોમીટર દૂર સ્થિત છે, જે ઉનાકોટીના નામથી ઓળખવામાં આવે છે. અહીં કુલ 99 લાખ 99 હજાર 999 પત્થરની મૂર્તિઓ છે, જેના રહસ્યો પરથી આજ સુધી કોઇ પડદો ઉઠાવી શક્યું નથી. જેમ કે આ મુર્તિઓ કોણે બનાવી અને કેમ બનાવી અને સૌથી જરૂરી કે એક કરોડમાં એક ઓછી કેમ? જોકે, તેની પાછળ અનેક કહાની છે જે ચોંકાવનારી છે.

આ આશ્ચર્યજનક મૂર્તિઓનું કારણે જ તે સ્થાનનું નામ ઉનાકોટી પડ્યું છે, જેનો અર્થ થાય છે કરોડમાં એક ઓછું. આ સ્થાનનો પૂર્વોત્તર ભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એક માનવામાં આવે છે. ઘણા વર્ષો સુધી તો આ જગ્યા અંગે કોઇને ખબર ન હતી. જોકે, હાલ પણ ઘણા ઓછા લોકો જાણે છે.

ઉનાકોટીન રહસ્યોથી ભરેલી જગ્યા એટલા માટે કહેવામાં આવે છે કારણકે આ એક પહાડી વિસ્તાર છે જે દૂર-દૂર સુધી ભરાવદાર જંગલ અને કાદવ કીચડ વિસ્તાર છે. હવે એવામાં જંગલ વચ્ચે લાખો મુર્તિઓનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હશે. કારણકે તેમા વર્ષો લાગી જાય છે અને પહેલા તો આ વિસ્તારની આસપાસ કોઇ રહેતું પણ ન હતું. આ લાંબા સમયથી શોધનો વિષય બન્યો છે.

અહીં પથ્થરોને કટ કરીને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ વિશે એક પૌરાણિક કથા ખૂબ પ્રખ્યાત છે. માન્યતા છે કે એકવાર ભગવાન શિવ સહિત એક કરોડ દેવી-દેવતાએક સાથે ક્યાંક જઇ રહ્યા હતા. રાત થઇ જવાના કારણે બાકીના દેવી-દેવતાને શિવજીથી ઉનાકોટીમાં રોકાઇને વિશ્રામ કરવા માટે કહેવામાં આવ્યું, શિવજી માની ગયા પરંતુ સાથે તેમણે કહ્યું કે સૂર્યોદય પહેલા જ દરેક લોકોએ આ સ્થાન છોડી દેવું પડશે. પરંતુ સૂર્યોદયના સમયે માત્ર ભગવાન શિવ જ જાગી શક્યા. બાકીના દેવી-દેવતા સૂઇ રહ્યા હતા. આ જોઇ ભગવાન શિવ ક્રોધિત થઇ ગયા અને શ્રાપ આપીને દરેકને પથ્થર બનાવી દીધા. આ કારણથી તે અહીં 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ છે. એટલે એક કરોડમાંથી એક ઓછી… (ભગવાન શિવને છોડીને)

આ મૂર્તિઓને લઇને વધુ એક કહાની પ્રચલિત છે. કહેવાય છે કાલૂ નામનો એક શિલ્પકાર હતો. જે ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે કૈલાશ પર્વત જવા માંગતો હતો. પરંતુ તે સંભવ ન હતું જોકે, શિલ્પકારની જીદના કારણે ભગવાન શિવે તેને કહ્યું કે જો તે એક રાતમાં એક કરોડ દેવી દેવતાઓની મુર્તિઓ બનાવી દેશે તો તેને કૈલાશ લઇ જશે. આ સાંભળતા જ શિલ્પકાર તેના કામમાં લાગી ગયો અને ઝડપથી એક-એક કરીને મૂર્તિઓનું નિર્માણ કરવા લાગ્યો. તેણે આખી રાત મૂર્તિઓનું નિર્માણ કર્યું. પરંતુ જ્યારે સવારે તેની ગણતરી કરી તો ખબર પડી કે તેમા એક મૂર્તિ ઓછી છે આ કારણથી તે શિલ્પકારને ભગવાન શિવ સાથે ન લઇ ગયા.માનવામાં આવે છે કે આ કારણથી તે જગ્યાનું નામ ઉનાકોટી પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન