Strange fact mysterious light keeps coming this well all time portugal sintra Initiation Well
  • Home
  • Featured
  • આ કૂવાનું વણઉકેલાયેલુ રહસ્ય, અંદરથી આવે છે અજીબ પ્રકાશ, સિક્કો નાખવાથી દરેક ઇચ્છા થાય છે પૂરી

આ કૂવાનું વણઉકેલાયેલુ રહસ્ય, અંદરથી આવે છે અજીબ પ્રકાશ, સિક્કો નાખવાથી દરેક ઇચ્છા થાય છે પૂરી

 | 2:38 pm IST

દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જે આજે પણ લોકો માટે એક રહસ્ય બની ગયું છે. આવી જ એક જગ્યા પુર્તગાલના સિન્તારમાં છે. અહીં એક એવો રહસ્યમય કુવો છે. જેની અંદરથી હંમેશા એક અજીબ પ્રકાશ આવતો રહે છે. વૈજ્ઞાનિક પણ આજ સુધી આ અંગે માલૂમ કરી શક્યા નથી કે આખરે આ પ્રકાશ ક્યાંથી આવે છે?

આ કૂવાને લોકો વિશિંગ વેલ પણ કહે છે. કહેવામાં આવે છે કે આ કૂવો લોકોની ઇચ્છાને પુરી કરે છે. આજ કારણ છે કે લોકો આ કૂવામાં સિક્કા નાખીને તેમની વિશ માંગે છે અને તે લોકોને દ્રઢ વિશ્વાસ છે કે તેમની ઇચ્છા જરૂર પુરી થશે.

સામાન્ય રીતે કોઇપણ કૂવાનો પ્રયોગ પાણીને સુરક્ષિત કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ આ દુનિયાનો એક એવો અનોખો કૂવો છે જેની સ્થાપના ધાર્મિક દીક્ષા સંસ્કારો માટે કરવામાં આવી હતી જોકે, તેની સ્થાપનાનો પ્રમાણિત ઉદ્દેશ આજ સુધી કોઇ સમજી શક્યું નથી.

આ કૂવાનું સૌથી મોટું રહસ્ય એજ છે કે તેની અંદર એક પ્રકાશ આવે છે. જે સામાન્ય રીતે સંભવ જ નથી કારણકે આ કૂવામાં રોશનીની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી, મોટા-મોટા વિદ્વાનોથી લઇને વૈજ્ઞાનિકો સુધી આ રહસ્ય ઉકેલવામાં અત્યાર સુધી નાકામ સાબિત થયા છે.

આ કૂવાની ઉંડાઇ કોઇ 4 માળના બિલ્ડીંગ બરાબર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે આ કૂવામાં જેટલું વધારે જમીનની અંદર જવાની કોશિશ કરવામાં આવે છે કૂવો એટલો વધારે સાંકળો થઇ જાય છે. આજ કારણ છે કે આ કૂવો આજ સુધી દરેક લોકો માટે એક રહસ્ય જ બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન