strange fact om banna temple rajasthan bullet baba mandir people worship royal enfield bullet
  • Home
  • Featured
  • રાજસ્થાનના આ ગામમાં કેમ થાય છે ‘બુલેટ’ની પૂજા, કહાની ખૂબ જ રસપ્રદ

રાજસ્થાનના આ ગામમાં કેમ થાય છે ‘બુલેટ’ની પૂજા, કહાની ખૂબ જ રસપ્રદ

 | 2:46 pm IST

ભારત એક એવો દેશ છે જ્યાં તમને કેટલાક કિલોમીટરના અંતરે કોઈ પ્રાચીન મંદિર મળશે. આ મંદિરોની પોતાની અલગ ઓળખ અને માન્યતાઓ છે, જ્યાં લોકો દૂર-દૂરથી પોતાની ઇચ્છા પુરી કરવા માનતા રાખે છે. પરંતુ તમે ક્યારેય મોટરસાયકલ મંદિર વિશે સાંભળ્યું છે? આશ્ચર્ય ન કરો, કારણ કે તે કાલ્પનિક નહીં પણ સત્ય છે. રાજસ્થાનમાં એક એવું ગામ છે જ્યાં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ નહીં પરંતુ રોયલ એનફિલ્ડ બુલેટ 350 (Royal Enfield Bullet 350) રાખવામાં આવ્યું છે. અહીં વિશેષ વાત એ છે કે લોકો આ બાઇકની દૂર-દૂરથી પૂજા કરવા આવે છે.

મંદિરનું નામ શું છે?

આ મંદિરનું નામ ‘ઓમ બન્ના ધામ’ છે. લોકો તેને ‘બુલેટ બાબા મંદિર’ ના નામથી પણ જાણે છે. હકીકતમાં, લગભગ 30 વર્ષ પહેલાં, ઠાકુર જોગસિંહ રાઠોડના પુત્ર ઓમસિંહ રાઠોડનું આ ગામમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ મંદિર તે જ ઓમસિંહના નામે બનાવવામાં આવ્યું છે.

મંદિર ક્યાં છે?

ઓમ બન્ના ધામ અથવા બુલેટ બાબા મંદિર રાજસ્થાનના જોધપુરથી 50 કિલોમીટર દૂર પાલી શહેર નજીક ચોટીલા ગામે સ્થિત છે.

બુલેટ બાબા મંદિરની ચોંકાવનારી વાર્તા

કહેવાય છે કે જ્યારે ઓમસિંહ રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, ત્યારે પોલીસે બાઇક અને તેના મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધા હતા. પરંતુ ઘટનાના બીજા દિવસે પોલીસે જોયું કે બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ હતી. ત્યારબાદ બાઇકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જ્યાં પોલીસને બાઇક તે જ સ્થળે મળી હતી જ્યાં અકસ્માત થયો હતો. બાઇક ફરી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી, આજ રાતે પણ આવું જ બન્યું હતું. આ ઘટના રોજ બનવા લાગી. આ પછી એક દિવસ પોલીસે રાત્રે સર્વેલન્સ રાખ્યું હતું. પણ પછી જે બન્યું તેને બધાને આશ્ચર્યચકિત કર્યા. પોલીસે જોયું કે બાઇક રાત્રે જાતે જ શરૂ થઈ હતી અને અકસ્માત સ્થળે જ અટકી ગઈ હતી. ઘટના જોયા બાદ પોલીસે બાઇક પરિવારના સભ્યોને પરત આપ્યું હતું.

પિતાએ મંદિર બનાવ્યું

ઠાકુર જોગસિંહ રાઠોડને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે તેમણે તેમના પુત્ર ઓમસિંહ રાઠોડના નામે એક મંદિર બનાવ્યું. આ મંદિર હવે બુલેટ બાબા મંદિર તરીકે પ્રખ્યાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન