Strange fact shardiya navratri 2020 october bhuwal mata mandir rajasthan significance history
  • Home
  • Featured
  • ડાકુઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર, જ્યા માતાજીને ચડે છે દારૂનો ભોગ- તમે પણ લો મુલાકાત

ડાકુઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર, જ્યા માતાજીને ચડે છે દારૂનો ભોગ- તમે પણ લો મુલાકાત

 | 2:17 pm IST

નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઇ ગઇ છે. દેશભરમાં શારદીય નવરાત્રિની ધૂમ મચી રહી છે. આજે નવલી નવરાત્રિન બીજો દિવસ છે. આ નવ દિવસોમાં માના 9 રૂપની પૂજા કરવામાં આવે છે. હાલ માને અલગ-અલગ વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં માતાજી ધરતી પર રહે છે. આજે અમે તમને માતાના એવા મંદિર અંગે જણાવવા જઇ રહ્યા છે જ્યાં માતાજીને દારૂનો ભોગ લગાવવામાં આવે છે. આ પાવન મંદિરમાં કાળી માતા દારૂનો પ્રસાદ ગ્રહણ કરે છે.

મા ભવાલ કાળી માતાનું મંદિર

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મા ભવાલ કાળી માતાનું મંદિર છે. માતા આ પાવન મંદિરમાં દારૂનો ભોગ લગાવવામાં આવે છે. માન્યતાઓ છે કે આ પાવન મંદિરમાં અઢી ગ્લાસ દારૂ ગ્રહણ કરે છે.

ભૈરવ બાબાને પણ લાગે છે દારૂનો ભોગ

માન્યતાઓ અનુસાર માતાના આ પાવન ધામમાં માત્ર અઢી ગ્લાસ દારૂનો ભોગ લગાવવામાં આવે છે. બાકી વધેલા દારૂનો ભોગ ભેરૂજી બાવજીને ચઢાવવામાં આવે છે. માતાજીના આ પાવન મંદિરનું નિર્માણ ડાકુઓએ કરાવ્યું હતું.

મા કાળી અને બ્રહ્માણી સ્વરૂપમાં થાય છે માતાની પૂજા

આ પાવન મંદિરમાં માતાની પૂજા કાળી અને બ્રહ્માણી સ્વરૂપમાં થાય છે. માતા કાળીને દારૂનો ભોગ લગાવવામાં આવે છે અને બ્રહ્માણીને મિઠાઇનો ભોગ ચઢાવવામાં આવે છે. સ્થાનિક લોકો અનુસાર માતાનું આ મંદિર ખૂબ ચમત્કારિક છે.

મા કરે છે દારૂ ગ્રહણ

આ મંદિરમાં કાળી માતાને દારૂનો ભોગ ચાંદીના પ્યાલામાં ચઢાવવામાં આવે છે. મંદિરના પૂજારી દારૂથી અઢી ગ્લાસ ભરે છે અને પ્યાલાને માતાના હોઠ પાસે લઇ જાય છે માતાને દારૂનો ભોગ લગાવતા સમયે જોવું મનાઇ છે. પૂજારી પણ આ સમયે માતાને જોતા નથી. માતા દારૂ ગ્રહણ કરે છે અને પ્યાલામાં એક ટીંપુ પણ દારૂ રહેતો નથી.

માતાજીને દારૂ ચઢાવવાનો પણ છે નિયમ

માતાને દારૂ ચઢાવવા માટે એક નિયમ છે. ભક્તએ જેટલો પ્રસાદ ચઢાવવાની બાધા રાખી હોય, માતાને એટલો જ પ્રસાદ ચઢાવવાનો હોય છે ન તેનાથી વધારે ન તેનાથી ઓછો… માતાના આ પાવન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે.

આ પણ જુઓ : યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના વર્ચ્યુઅલ દર્શનનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન