Strange facts about worlds most beautiful queen cleopatra mysterious life
  • Home
  • Featured
  • દુનિયાની સૌથી સુંદર, ચતુર અને કાવતરાખોર રાણીએ હિંસાનો સામનો કરવા કરતા મરી જવું યોગ્ય સમજ્યું, રહસ્યમયી વાતો

દુનિયાની સૌથી સુંદર, ચતુર અને કાવતરાખોર રાણીએ હિંસાનો સામનો કરવા કરતા મરી જવું યોગ્ય સમજ્યું, રહસ્યમયી વાતો

 | 2:21 pm IST

તમે ઇતિહાસમાં આવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચ્યું હશે, જે ફક્ત તેમની સુંદરતા માટે જ પ્રખ્યાત હતા અને ઇતિહાસનાં પાનામાં તેમની સુંદરતા અમર છે. આજે અમે તમને એક એવી જ રાજકુમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી સુંદર રાજકુમારી તરીકે જાણીતી છે.

ઇજિપ્તની રાજકુમારી ક્લિયોપેટ્રાને સુંદરતાની દેવી પણ કહેવામાં આવતી હતી.. ક્લિયોપેટ્રા તેની સુંદરતા માટે જ જાણીતી છે પરંતુ તેમનું જીવન પણ ખૂબ રહસ્યમય હતું. જે હજી પણ સંશોધકોને તેમની તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા જેટલી સુંદર હતી તેના કરતા પણ વધારે ચતુર અને કાવતરાખોર હતી.

14 વર્ષની ઉંમરે, ક્લિયોપેટ્રા અને તેના ભાઈ ટોલેમી ડાયોનિસસે પિતાની મૃત્યુ પછી સંયુક્ત રીતે રાજ્ય મેળવ્યું. ભાઈએ રાજ્ય પર ક્લિયોપેટ્રાની સત્તા સહન ન કરી અને બળવો કર્યો. ક્લિયોપેટ્રાએ તેની સત્તા ગુમાવી પડી પરંતુ આ રાજકુમારી હાર માની ન હતી.

ક્લિયોપેટ્રાએ રોમના શાસક જુલિયસ સીઝરને ફસાવીને ઇજિપ્ત પર આક્રમણ કર્યું, અને સીઝર ટોલેમીને મારી નાખ્યો અને ક્લિયોપેટ્રાને ઇજિપ્તની ગાદી પર બેસાડ્યો.

ક્લિયોપેટ્રાના મૃત્યુ સાથે એક ખાસ રહસ્ય પણ જોડાયેલું છે. રોમન રાજ્યના પ્રથમ સમ્રાટ ઓગસ્ટસે ક્લિયોપેટ્રાની હાર ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. સંશોધન મુજબ, જ્યારે ઓગસ્ટસની પાસે તેના સમ્માનમાં વર્ષના એક મહિનાનું નામ તેના નામ પર રાખવાની તક મળી હતી. તો ક્લિયોપેટ્રાની હારનું એક વાર્ષિક અનુસ્મારક બનાવવા માટે તેણે આઠમા મહિનાને પસંદ કર્યો જેમા ક્લિયોપેટ્રીનું મૃત્યુ થયુ હતું.

ઓગસ્ટસ ક્લિયોપેટ્રાને રોમમાં કેદી તરીકે રાખવાનો હતો. પરંતુ ક્લિયોપેટ્રાએ તેને રોકવા માટે પોતાને મારી નાખી. જેનાથી સ્પષ્ટ થાય છે કે ક્લિયોપેટ્રા તેના પ્રેમ માટે મરી ન હતી. ક્લિયોપેટ્રાએ લાચાર થવાને બદલે હિંસાનો સામનો કરવાને બદલે મૃત્યુની પસંદગી કરી. ક્લિયોપેટ્રા આજે ઇતિહાસમાં એક રહસ્યમય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેના રહસ્ય પરથી પડદો હટાવવાનો સિલસિલો હાલ રોકાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન