Stray Dog walks with Pilgrims of Sabrimala, Watch Video
  • Home
  • Featured
  • Video: આ કૂતરાની અનોખી શ્રદ્ધા જોઈ થઈ જશો હેરાન, 480 કિમીની પદયાત્રા કરી

Video: આ કૂતરાની અનોખી શ્રદ્ધા જોઈ થઈ જશો હેરાન, 480 કિમીની પદયાત્રા કરી

 | 9:29 pm IST

કેરળનાં સબરીમાલા મંદિરમાં આ સમયે તીર્થયાત્રા ચાલી રહી છે. કેરળની આસપાસનાં રાજ્યોનાં લાખો લોકો ભગવાન અયપ્પાના દર્શન કરવા જઈ રહ્યા છે. તેવી જ રીતે 13 શ્રદ્ધાળુઓની એક ટીમ આંધ્ર પ્રદેરશથી તિરુમલાના કેરળના સબરીમાલાની પદયાત્રા પર નીકળ્યા હતા. આ યાત્રા લગભગ 550 કિમીની હતી. અત્યાર સુધી તેઓએ 480 કિમીની યાત્રા પૂર્ણ પણ કરી લીધી છે. પણ ચોંકાવનારી વાત એ છે કે, આ સમયે એક કૂતરો પણ તેમની સાથે પદયાત્રામાં જોડાઈ ગયો હતો. અને આ ટોળકીમાંથી કોઈપણ માણસ આ કૂતરાનો માલિક નથી. તેમ છતાં આ કૂતરો તેમની પાછળ પાછળ 480 કિમીની યાત્રા કરી ચૂક્યો છે. કૂતરાના પગમાં ઈજા પણ થઈ છે, તે લંગડાતો ચાલે છે. તેમ છતાં તે ટીમની સાથે સાથે ચાલી રહ્યો છે. લાગે છે કે ભગવાન અયપ્પા માટે આ કૂતરાને અપાર શ્રદ્ધા છે, કે મનુષ્ય માટે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન