Stray tanker burned with track, driver cleaner killed
  • Home
  • India
  • ટ્રેક સાથે ભટકાયેલું ટેન્કર ધડાકાભેર સળગ્યું, ડ્રાઇવર ક્લીનર પણ ભડથુ

ટ્રેક સાથે ભટકાયેલું ટેન્કર ધડાકાભેર સળગ્યું, ડ્રાઇવર ક્લીનર પણ ભડથુ

 | 8:20 pm IST

નેશનલ હાઇવે ઉપર કોસંબા બ્રિજ ઉપર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ઊભેલી ટ્રક પાછળ પૂર ઝડપે આવેલું ટેંકર અથડાયુ હતું. મોટા ધકાડા સાથે સળગી ઉઠેલા ટેન્કરમાં ડ્રાઇવર અને ક્લીનર પણ ભડથુ થઇ ગયા હતાં. ટેન્કર જેની સાથે ભટકાયું એ ટ્રક પણ સળગી જતાં હાઇવે ઉપર એક કલાકથી વધુ જામ સર્જાયો હતો.

બનાવ અંગે ઘટના સ્થળ તથા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાપીની આરતી ઇન્ડસ્ટ્રીયલ કેમીકલ કંપનીમાંથી કેમીકલ ખાતર ભરીને જીજે ૧૦ડબલ્યુ ૫૮૦૬ નંબરની ટ્રક સુરેન્દ્રનગરના લખતર ગામ જવા નીકળી હતી. આ ટ્રકને નેશનલ હાઇવે ઉપર કોસંબા નજીક પંક્ટર પડયુ હતું. ડ્રાઇવર ફિરઝ ચામડિયાએ પંક્ટરનું કામ કરાવવા ટ્ક રોડ સાઇડ ઉભી રાખી હતી.

આ દરમિયાન વડોદરાના રંદીવા ટ્રાન્સપોટૅનું ટેન્કર નંબર જીજે ૦૬ ઝેડઝેડ ૭૪૭૭ જે ભરુચની આઇપીસીએલ ખાતેથી ભરેલો પીટીએ કેમીકલ પાવડર સેલવાસના બલોયચા ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ખાલી કરીન વડોદરા પરત ફરી રહયું હતું. પુરપાટ આવી રહેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દઇ આગળ ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.

ટેન્કરની સ્પીડ એટલી બધી હતી કે અકસ્માત સાથે મોટો ધડાકો થયો અને આગ ફાટી નીકળી નીકળી હતી. ટેન્કરની સાથે ખાતર ભરેલી ટ્ક પણ સળગના માંડી હતી. અકસ્માત અને આગ બાદ એવી સ્થિતિ સર્જાય હતી કે ટેન્કરના ચાલક અને ક્લીનરને બચવા કે બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો.

ટેન્કરની કેબિનમાં જ આ બંને જણા પણ ભડથુ થઇ ગયા હતાં. મુંબઇથી અમદાવાદ તરફ જતા મુખ્ય હાઇવેના રસ્તા ઉપર બનેલી અકસ્માત અને આગની ઘટનાના પગલે ૧ કલાકથી વધુ સમય માટે ટ્રાફિક જામ થવા સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ટેંકરના ચાલક પંકજ બ્રિજલાલ યાદવ (ઉં.વ. ૩૨, રહે. જોનપુર, યુ.પી.) તેમજ ક્લીનર ધર્મેન્દ્ર મહંત યાદવ (ઉં.વ. ૩૫, રહે. ચિકોદા ગામ, બલિયા, યુ.પી.)નું શરીરના ભાગે સળગી જવાથી કરુણ મોત થયું હતું. ટ્રક ચાલક ફીરોઝ જીગર ચામડિયા (રહે. સુરેન્દ્રનગર)ની ફરિયાદ લઇ કોસંબા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

આ વીડિયો પણ જુઓ : PM મોદી જન્મદિવસ પર નર્મદાના ગરુડેશ્વરની મુલાકાત લેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન