Stree Film Review, It Will not Make Just Scare but It Will make You Laugh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સ્ત્રી’ ફિલ્મ Review: ડરાવશે જ નહીં, પેટ પકડીને હસાવશે રાજકુમાર રાવની આ ફિલ્મ

‘સ્ત્રી’ ફિલ્મ Review: ડરાવશે જ નહીં, પેટ પકડીને હસાવશે રાજકુમાર રાવની આ ફિલ્મ

 | 1:40 pm IST

ઑગષ્ટ મહીનાનાં છેલ્લા દિવસે બૉક્સ ઑફિસ પર બે કૉમેડી ફિલ્મો એક સાથે રીલીઝ થઇ છે. કૉમેડી ફિલ્મોની સફળતાની ગેરન્ટી બોલીવુડમાં ઘણી રહી છે. બૉક્સ ઑફિસ પર કૉમેડી અને હૉરર ફિલ્મોનાં રેકોર્ડને જોઇએ તો દર્શકોને કૉમેડી અને હૉરર ફિલ્મો ઘણી પસંદ આવે છે. આ દરમિયાન નિર્દેશક અમર કૌશિક કૉમેડી અને હોરર ફિલ્મ લઇને આવ્યા છે. તેમની ફિલ્મ ‘સ્ત્રી’ આજથી સિનેમા ઘરોમાં રજૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી જેવા શાનદાર કલાકારો છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ રાજુકુમાર રાવનાં જન્મદિવસ પર જ રીલીઝ થઈ છે.

ફિલ્મ ‘સ્ત્રી’ની વાર્તા ચંદેરી શહેરની છે જ્યાં લગભગ દરેક ઘરની બહાર લખેલું રહે છે કે, ‘ઓ સ્ત્રી કલ આના.’ આ શહેરમાં દર વર્ષે ચાર દિવસ દેવીની પૂજાનો મહાપર્વ થાય છે અને આ ચાર દિવસમાં અહીં એક સ્ત્રીનું ભૂત આવે છે જે શહેરનાં પુરૂષોને ઉઠાવીને લઇ જાય છે અને ફક્ત તેમના કપડા જ બચેલા છોડે છે. આ કારણે આ ચાર દિવસ અહીનો દરેક પુરૂષ ઘરની બહાર નીકળતા ડરે છે. આ શહેરમાં વિક્કી (રાજકુમાર રાવ) જે એક દરજી છે. વિક્કી તેના કામમાં એટલો પાવરધો છે કે તે મહિલાઓને જોઇને જ તેમનું માપ લઇ લે છે અને તેને ચંદેરીનો મનીષ મલ્હોત્રા કહેવામાં આવે છે. આ વિક્કીને એક એવી છોકરી મળે છે જે ફક્ત આ પૂજાનાં દિવસોમાં આ ગામમાં આવે છે. હવે આ ગામમાંથી આ સ્ત્રીનો પડછાયો હટે છે કે નહી એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનાં પહેલા સીનથી જ તમને તેના હૉરર અંદાજનો આનંદ મળશે. તો એક સ્ત્રીની આત્માથી ડરતા પુરૂષોનાં ટોળા તમને પેટ પકડીને હસાવશે. આ ફિલ્મ હસાવતા-ડરાવતા પણ સ્ત્રીનું સમ્માન કરવાનાં વિષયને કહે છે. ફિલ્મની સૌથી સારી વાત છે કલાકારોની એક્ટિંગ અને ડાયલૉગ્સ. રાજકુમારની એક્ટિંગ હંમેશાની જેમ જબરદસ્ત છે અને તમને ફિલ્મમાં ‘વિક્કી’ તરીકે જ એ નજર આવશે. તો પંકજ ત્રિપાઠીનો અંદાજ પણ જોરદાર છે. શ્રદ્ધા કપૂરની એક્ટિંગ પણ દર્શકોને પસંદ પડે તેવી છે.