Strikes against unsolicited bank employees today
  • Home
  • Business
  • આજે બેન્કોની હડતાલ, દિવાળી ટાણે 15 હજાર કરોડના વ્યવહારો ઠપ થશે, પરંતુ આ એક બેન્ક નહીં જોડાય

આજે બેન્કોની હડતાલ, દિવાળી ટાણે 15 હજાર કરોડના વ્યવહારો ઠપ થશે, પરંતુ આ એક બેન્ક નહીં જોડાય

 | 7:15 am IST

ઈન્ડિયન બેંક્સ એસોસીએશન દ્વારા ૨૨મી ઓક્ટોબરના રોજ બેંકોના મર્જરના વિરોધ, ગ્રાહકો પર લાદવામાં આવતા આડેધડ સવર્સિ ચાર્જ સહિતના મુદ્દે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું હતું.

બેંક યુનિયનના હોદ્દેદારો અને કેન્દ્રના નાણાં વિભાગના સેક્રેટરી સાથે મુલાકાત થઈ હતી તે પડી ભાંગી હતી. જેના પગલે બેંક કર્મચારીઓની આજે હડતાલ ચાલુ રહેશે. બેંક હડતાલના પગલે આવતીકાલે રાજ્યમાં ૧૫ હજાર કરોડના વ્યવહારો ઠપ થઈ જશે.

હડતાલમાં એસબીઆઈના કર્મચારીઓ નહીં જોડાય. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોનું મર્જર કરવામાં આવી રહ્યું છે. તેનો કર્મચારી અને અધિકારીઓના યુનિયનો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. મર્જરના કારણે બ્રાંચો બંધ થાય છે અને કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ લેવડાવવામાં આવે છે. બેંકોમાં એનપીએ ઓછી થતી નથી.

આ ઉપરાંત બેંકો દ્વારા ખોટ સરભર કરવા માટે ગ્રાહકો પર સવર્સિ ચાર્જ, પેનલ ચાર્જ સહિતના ચાર્જ થોપવામાં આવે છે. આ તમામ બાબતે બેંક યુનિયનો દ્વારા ૨૨મીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.

તે પૂર્વે સેન્ટ્રલ લેબર કમિશનરની કચેરીમાં સમાધાન માટે નાણાં મંત્રાલયના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. તેમણે હડતાલ પાછી ખેંચવા વિનંતી કરી હતી. પરંતુ માગણીઓ અને પ્રશ્નો અણઉકેલ રહ્યાં હોવાના કારણે યુનિયનના હોદ્દેદારોએ હડતાલ પાછી ખેંચવા ઈન્કાર કર્યો હતો.

બેંક હડતાલમાં જાહેર ક્ષેત્રની બેંકોના ૨૦,૦૦૦ કર્મચારીઓ જોડાશે. તેના કારણે આવતીકાલે બેંકોમાં રોકડ, ક્લિયરિંગ, ટ્રાન્સફર સહિતના રૂ.૧૫,૦૦૦ કરોડના વ્યવહારો ઠપ થશે. બેંક કર્મચારીઓ દ્વારા અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં દેખાવો યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.

અમદાવાદમાં મહાગુજરાત બેંક યુનિયન દ્વારા અલ્હાબાદ બેંક, નવરંગપુરા ક્રોસિંગ નજીક આવતીકાલે સવારે ૧૦-૩૦ વાગ્યે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન