Photos: Struggle Of Biggest Bollywood Actors
  • Home
  • Photo Gallery
  • Photos: ‘ઝીરો’માંથી હીરો બન્યા છે આ એક્ટર્સ, એક તો બસમાં વહેંચતો હતો લિપસ્ટિક

Photos: ‘ઝીરો’માંથી હીરો બન્યા છે આ એક્ટર્સ, એક તો બસમાં વહેંચતો હતો લિપસ્ટિક

 | 4:07 pm IST

બોલીવુડમાં આજે અનેક મોટા નામો છે. આમાંથી કેટલાક નામ એ સ્ટાર્સનાં પણ છે જેમનો પરિવાર ઘણા વર્ષોથી એક્ટિંગ કરતો આવતો હતો. તો બોલીવુડમાં કેટલાક એવા પણ કલાકારો છે જેમણે સંઘર્ષ કરીને આજે એક્ટિંગની દુનિયામાં પોતાની ધાક જમાવી છે. ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ અને બીજી અનેક ફિલ્મોમાં પોતાની અદ્ભુત એક્ટિંગનો પરિચય આપનાર નવાઝુદ્દીન સિદ્દીકી એક સમયે દિલ્હીમાં ચોકીદારની નોકરી કરતો હતો. નવાઝુદ્દીન સિદ્દીકી આજે નેશનલ એવૉર્ડ પણ જીતી ચુક્યો છે અને તેની એક્ટિંગને મોટા મોટા અભિનેતાઓ પણ માની ગયા છે. સંજય મિશ્રા એક સમયે ઢાબા પર કામ કરતા હતા. આજે તેઓ બોલીવુડમાં ગણતરીનાં ટેલેન્ટેડ એક્ટર્સમાં સામેલ છે. તેમની કૉમિડી અને એક્ટિંગ દર્શકોનાં દિલ જીતવામાં સફળ રહી છે. તેમણે ‘ગોલમાલ અગેન’, ‘મસાન’, ‘જોલી LLB’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

‘મુન્નાભાઈ MBBS’ અને ‘3 ઇડિયટ્સ’ ફિલ્મથી કેરિયરની નવી ઊંચાઇએ પહોંચેલા બોમન ઇરાની પહેલા તાજમહલ પૈલેસ હૉટલમાં વેઇટર અને રૂમ સર્વિસ સ્ટાફની નોકરી કરતા હતા. એક્ટિંગનાં બાદશાહ ઇરફાન ખાન પાસે એક સમયે ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ જોવાનાં પૈસા નહોતા. આજે તેણે એ જ સીરીઝની ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’માં અભિનય કર્યો છે. ઇરફાન ખાનને ‘પદ્મશ્રી’ અને ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’ પણ મળી ચુક્યો છે. ‘સર્કિટ’નું પાત્ર ભજવીને ફેમસ થયેલો એક્ટર અરશદ વારસી એક સમયે મુંબઈની બસોમાં લિપસ્ટિક અને નેલ પોલિશ વેચતો હતો. આજનાં ટૉપનાં અને સૌથી મોંઘા હીરોમાં જેની ગણના થાય છે તે અક્ષય કુમાર પહેલા બેંગકોકમાં વેઇટર અને રસોઇયો હતો. અક્ષય કુમારને આજે નેશનલ એવોર્ડ અને પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.

મનોજ બાજપાઇને 4 વખત નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એડમિશન માટે ના કહેવામાં આવી હતી. આજે મનોજ બાજપાયી બોલીવુડનાં શાનદાર એક્ટરોમાં સામેલ છે.