Broad Wishes Yuvraj And Said He His Better Bowler Because Of Him
  • Home
  • Sports
  • Cricket
  • જે બૉલરની ઑવરમાં યુવરાજે માર્યા હતા 6 છગ્ગા તેણે આપ્યું દિલ જીતી લે તેવું નિવેદન

જે બૉલરની ઑવરમાં યુવરાજે માર્યા હતા 6 છગ્ગા તેણે આપ્યું દિલ જીતી લે તેવું નિવેદન

 | 11:16 pm IST

યુવરાજ સિંહનાં સંન્યાસ લેતા જ સમગ્ર વિશ્વ ક્રિકેટ તેને નમન કરી રહ્યું છે. ક્રિકેટને અલવિદા કહેવાની સાથે જ યુવરાજની એ તમામ ઇનિંગ્સ ફેન્સની આંખો સામે તરવા લાગી છે જેનાથી યુવરાજે દેશનું નામ રોશન કર્યું છે. એક આવી જ ઐતિહાસિક ઇનિંગ યુવરાજ સિંહે 2007 વર્લ્ડ કપમાં રમી હતી. આ ઇનિંગમાં તેણે છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. સંન્યાસ બાદ હવે એ ઇંગ્લિશ બૉલરે પણ યુવરાજને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે અને એક મોટુ નિવેદન આપ્યું છે.

યુવરાજનાં 6 છગ્ગાઓનાં કારણે બન્યો સારો બૉલર

એ ઑવરમાં બૉલિંગ કરી રહેલા ઇંગ્લિશ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડે એક ચેનલ સાથેની વાત-ચીત દરમિયાન કહ્યું કે, “આજે હું જે પ્રકારનો બૉલર છું તે યુવરાજ સિંહનાં 6 છગ્ગાઓને કારણે છું. હું તે સમયે 19 વર્ષનો હતો. ડેથ ઑવર્સમાં બૉલિંગ કરવાની કળા અને અનુભવ મારી પાસે નહોતો. યુવી બૉલને શાનદાર રીતે હિટ કરી રહ્યો હતો. હું આજે પણ વિચારું છું કે 6 યૉર્કર અથવા 6 સ્લૉઅર બૉલ ફેંકી શકતો હતો, પરંતુ તે શાનદાર હિટિંગ કરી રહ્યો હતો. હું એ દિવસને નકારાત્મક રીતે જોઇ શકું છું, પરંતુ એ સત્ય છે કે યુવરાજ સિંહનાં 6 છગ્ગાઓએ મને સારો બૉલર બનાવ્યો.”

ડરબનમાં સ્ટુઅર્ટ બ્રૉડને ધોળા દિવસે દેખાડ્યા હતા તારા

સ્ટુઅર્ટ બ્રૉડે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ યુવરાજ સિંહને શુભકામનાઓ આપી છે. સાથે જ બ્રૉડે યુવરાજને પોતાની પૉસ્ટમાં લેજેન્ડ ગણાવ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20ની એ મેચ 19 સપ્ટેમ્બરનાં રોજ ડરબનમાં રમાઈ હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઑવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. મેચની સૌથી રસપ્રદ ક્ષણો 19મી ઑવરમાં આવી. ત્યારે સ્ટુઅર્ટ બ્રૉડ બૉલિંગ કરી રહ્યો હતો અને સામે હતો યુવરાજ સિંહ અને ત્યારબાદ યુવરાજે જે કરિશ્માઈ બેટિંગ કરી તે આજે પણ સૌને યાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન