Student committed suicide at Duminy College in Upleta district
  • Home
  • Featured
  • ‘મારી બન્ને કિડની ખરાબ છે, મા-બાપ ઉપર બોજ બનવા નથી માંગતો’ લખીને વિદ્યાર્થીની આત્મહત્યા

‘મારી બન્ને કિડની ખરાબ છે, મા-બાપ ઉપર બોજ બનવા નથી માંગતો’ લખીને વિદ્યાર્થીની આત્મહત્યા

 | 12:20 pm IST

ઉપલેટા તાલુકાના ડુમિયાંણીની BRS કોલેઝના વિધાર્થીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં વિદ્યાર્થીના મોત સાથે જ તેના મોતનું રહસ્ય રહસ્યમય જ રહી ગયું હતું. આ કિસ્સાને ઘરથી અને માતા પિતાથી દૂર રહીને હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને વાલી માટે આ ઘટના લાલબત્તી સમાન છે.

આ ઘટનામાં માત્ર 20 વર્ષની ઉંમરમાં એવું તો શું થયું કે તેણે મોતને વહાલું કરી લીધું? હાલ વિદ્યાર્થી તેના મોત બાદ તેને પાછળ મુકતો ગયો માત્ર અડધી ખોટી મરણ નોંધ, અને તેની આત્મહત્યા પણ હવે એક કોયડો બની ચૂક્યો છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ડુમિયાંણીની BRS કોલેજની હોસ્ટેલમાં રોનક નામનો વિધાર્થી BRSમાં અભ્યાસ કરતો હતો અને હાલ તે ત્રીજા વર્ષમાં હતો. હાલ ચાલી રહેલી પરીક્ષામાં આ વિદ્યાર્થી 3 જેટલા પેપર આપી ચુક્યો હતો. આ ઘટનામાં જાણવા મળે છે કે, આ વિદ્યાર્થીનું પેપર ચાલુ હોવાથી હોસ્ટેલમાં જમવાનું વહેલું હતું. જેથી તેમના રૂમ પાર્ટનરો જમવા જઈ રહ્યા હતા.

તેવામાં તેના મિત્રોએ રોનકને કહ્યું કે, ચાલ જમવા પરંતુ રોનકે કહ્યું કે ના મારે જમવું નથી અને તે હોસ્ટેલના રૂમમાં જ રોકાયો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થી જમવા જતા રહ્યા હતા. ત્યારે પાછળથી રોનકે રૂમમાં રહેલ લોખંડના પલંગને આધાર બનાવીને પંખાના હુકમાં દોરી નાખીને ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની જાણ તેના રૂમ પાર્ટનરને થતા હોબાળો મચી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ કોલેઝ હોસ્ટેલના તમામ અધિકારીઓ ભેગા થયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા તેઓ તાબતતોડ રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે રૂમની તપાસ કરતા તેના હાથે લખેલ એક સુસાઇટ નોટ મળી હતી.

રોનકે આત્મહત્યા કરતા પહેલા પોતાના હાથે લખેલ એક સુસાઇટ નોટ હતી, જેમાં પોતે બીમાર ના હોવા છતાં પોતાની બંને કિડની ખરાબ છે અને પોતે આ માટે પોતાના મા-બાપ ઉપર બોજ બનવા નથી માંગતો તેવો ઉલ્લેખ કર્યો હતો. જયારે હકીકતમાં રોનકને આવી કોઇ બીમારી ના હોવાની ખાતરી તેના માતા પિતા અને હોસ્ટેલ અને કોલેજના પ્રિન્સિપાલ આપી હતી. તેમ છતાં રોનકે મોતને વ્હાલું કર્યું હતું.

રોનકે લખેલ સુસાઇટ નોટમાં નામ વગરની કોઈ છોકરીનો ઉલ્લેખ કર્યો છે, અને તેણે પોતાની તમામ વાત આ છોકરીને કરી છે, રોનકે લખેલ સુસાઇટ નોટમાં છોકરીને ભગવાન કહીને પણ સંબોધી હતી. પોલીસ માટે તો આ આત્મહત્યા એક ગુથ્થી જેવી છે. એક તરફ સુસાઇટ નોટમાં ખોટું ડેક્લેરેશન, બીજી તરફ અજાણી છોકરી, આ શું છે તેની તપાસ ઉપલેટા પોલીસ અને જેતપુર ડિવિઝન પોલીસ કરી રહી છે.

હાલ તો રોનકના મોત સાથે જ આત્મહત્યાનું કારણ પણ દફન થઇ ગયું છે. હોસ્ટેલમાં રહી, ઘરથી અને માતા પિતાથી દૂર રહીને અભ્યાસ કરતા વિધાર્થી અને તેના વાલીઓ માટે આ કિસ્સો જરૂરથી સમાજ માટે લાલબતી સમાન છે, અને પોતાના સંતાનોને વધુ કાળજી અને દેખરેખ રાખવાનું સૂચન કરી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન