Student Finds 'Golden Cannonball' Fossil On UK Beach
  • Home
  • Featured
  • દરિયાકિનારાથી યુવકને એવી અજબની વસ્તુ મળી કે…18.5 કરોડ વર્ષ જૂનું રાઝ ખૂલ્યું

દરિયાકિનારાથી યુવકને એવી અજબની વસ્તુ મળી કે…18.5 કરોડ વર્ષ જૂનું રાઝ ખૂલ્યું

 | 2:57 pm IST

દુનિયામાં એવી કેટલીય અજીબોગરીબ વસ્તુઓ છે જેની શોધ એ સમય-સમય પર લોકોને સ્તબ્ધ કરી દે છે. એક આવી જ અજીબોગરીબ ઘટના બ્રિટનના યોર્કશાયરમાં એક યુવકને મળી છે, તેને 18.5 કરોડ વર્ષ જૂના કેટલાંય રાઝ ખોલી દીધા છે. આ શોધથી વૈજ્ઞાનિક પણ હેરાન છે.

અવશેષોની તપાસ કરનાર 22 વર્ષનો એરોન સ્મિથ એક દિવસ દરિયા કિનારે આવી જ કેટલીક વસ્તુઓની તપાસ કરી રહ્યો હતો. ત્યારે તેને એક જૂનો દારૂગોળો મળ્યો. આ દારૂગોળો એકદમ ચમકતા પત્થરમાં બદલાઈ ચૂકયો હતો. જે દેખાવમાં બિલકુલ સોના જેવો લાગતો હતો. જ્યારે એરોને આ તોપના ગોળાને તોડ્યો તો તે સ્તબ્ધ થઇ ગયો.

આ તોપના ગોળાની અંદર યુવકને એક દુર્ભલ અવશેષ મળ્યા. કહેવાય છે કે આ આ અવશેષ સમુદ્રી જીવ ક્લેવીસેરસના છે, જે 18.5 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર હતો, પરંતુ હવે વિલુપ્ત થઇ ચૂકયા છે. ક્લેવીસેરસ એક ભીમકાય જીવ હતો, જે જોવામાં કોઇ ઓક્ટોપસની જેવો જ લાગતો હતો.

એરોને કહ્યું કે આ તોપાનો ગોળો સોના જેવો હતો, તેના પર આયરન પાયરાઇટની પરત ચઢેલી હતી અને આથી તે ખૂબ જ ચમકી રહ્યો હતો. વૈજ્ઞાનિકોના મતે ઇનક્લેવીસેરસ જીવો પર કોઇ કઠણ કવચ રહેતું નહીં. તેના લીધે તેના અવશેષ ધરતી પર ખૂબ જ ઓછા જોવા મળ્યા છે.

એરોને પોતાની આ શોધનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ શોધને વૈજ્ઞાનિકો એ પણ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ શોધ ગણાવી છે. તેમનું કહેવું છે કે આવા અવશેષ લાખોમાંથી કોઇ એકને જ મળે છે. આ રિસર્ચ માટે શ્રેષ્ઠ છે, જે કરોડો વર્ષ જૂના કેટલાંય રાઝ પરથી પડદો ઉઠાવશે.