વડોદરામાં વિદ્યાર્થીની હત્યા બાદ અંબે સ્કૂલમાં વિદ્યાર્થીને મર્ડરની મળી ધમકી - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં વિદ્યાર્થીની હત્યા બાદ અંબે સ્કૂલમાં વિદ્યાર્થીને મર્ડરની મળી ધમકી

વડોદરામાં વિદ્યાર્થીની હત્યા બાદ અંબે સ્કૂલમાં વિદ્યાર્થીને મર્ડરની મળી ધમકી

 | 9:47 pm IST

કારેલીબાગ સ્થિત અંબે સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધોરણ ૬માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ સામાન્ય વાતચીતમાં ધોરણ ૬માં અભ્યાસ કરતાં અન્ય બાળકને તારૃ મર્ડર કરી નાંખીશ કહી મારી નાંખવાની ધમકી આપતાં ફફડી ઉઠેલાં વાલીએ મેનેજમેન્ટને ફરીયાદ કરી હતી. બાળકો વચ્ચેના સાદા વવાદવિવાદમાં મારી નાંખવાની ધમકી આપવા સુધીની વાત આજે શહેરના શિક્ષણ જગતમાં ચર્ચાએ રહી હતી.

બનાવાની પ્રાપ્ત વધુ વિગતો અનુસાર શહેરના નવીધરતી વિસ્તારમાં રહેતાં એક વાલીનો પુત્ર કારેલીબાગ સ્થિત અંબે વિદ્યાલયની સવારની પાળીમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૬ સીમાં અભ્યાસ કરે છે. ગઈકાલે સવારે બે પીરીયડ વચ્ચેના સમયગાળામાં અન્ય એક વિદ્યાર્થીએ તેમના પુત્રને ધક્કો માર્યો હતો. જેથી તેમના પુત્રએ તુ મને ધક્કો કેમ મારે છે? ધક્કો ના માર તેમ કહેતાં રોષે ભરાયેલાં તે વિદ્યાર્થીએ તેને હાથમાં પેન મારી ઈજા પહોંચાડી હતી. અને ત્યાર બાદ તેને હું તારૃ મર્ડર કરી નાંખીશ તેમ કહી ધમકી ઉચ્ચારી હતી. જેના પગલે તેણે ઘરે આવી તેના પિતાને આ અંગેની જાણ કરી હતી.

પુત્રને અન્ય સાથી વિદ્યાર્થીની દ્વારા ગંભીર ધમકી આપ્યાની વાત પિતાએ ગંભીરતાથી લઈ આ સંદર્ભે અંબે સ્કૂલની મેનેજમેન્ટને આ અંગેની ફરીયાદ કરી હતી. જેના પગલે સ્કૂલે પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ વિદ્યાર્થીના વાલીને બોલાવી તેમને પુત્રના કરતૂતોથી માહિતગાર કર્યા હતા.

અગાઉ પણ આ વિદ્યાર્થીની ફરીયાદો આવી છે
સાથી વિદ્યાર્થીને મર્ડર કરી મારી નાંખવા સુધીની ધમકી આપનાર વિદ્યાર્થી વર્ગમાં તોફાની હોવાનું સ્કૂલના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતુ. અભ્યાસ દરમીયાન આ અગાઉ પણ આ પ્રકારે તેની ફરીયાદો આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું હતુ.દરમિયાન સ્કૂલ મેનેજમેન્ટને આ સંદર્ભે ફરીયાદ કરતાં તેમણે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરાાવીશું તેમ જણાવ્યું હોવાનું ઉમેર્યું હતુ.

૨૨મી જૂને ભારતી સ્કૂલના દેવકીશનની હત્યા કરાઈ હતી
ગત ૨૨મી જૂને બરાનપુરા સ્થિત ભારતી વિદ્યાલયના ધોરણ ૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી દેવકીશન તડવીની તેની જ સ્કૂલમા ધોેરણ ૧૦માં અભ્યાસ કરતાં અય એક વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથીયારના ખચાખચ ૩૦ ઉપરાંત ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી. શહેરની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનેલાં બનાવના પડઘા સમગ્ર શહેર તેમજ રાજ્ય ઉપરાંત દેશભરમાં પડયા હતા. માંડ ૨૦ દિવસના સમય ગાળામાં જ વિવદ્યાર્થીને મર્ડરની ધમકી આપ્યાના બનાવને પગલે શહેરના અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષકો ચિંતામા મૂકાયા હતા.

૨૫મી ફેબ્રુ.એ અંબે સ્કૂલના વિદ્યાર્થી હેત ચૌહાણનુ અકસ્માતે મોત થયું હતુ.
ગત તા. ૨૫મી ફેબ્રુઆરીએ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ માટે સવારે સાઈક્લોથોનનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં તમામ બાળકોને સવારે પાચં વાગે સાઈલ ઉપર સવાર થઈ અંબે સ્કૂલ ઉપર ભેગા થવા જણાવાયું હતુ. રાજમહેલ રોડ ઉપર રહેતો હેત ચૌહાણ સાઈક સાથે સ્કૂલે આવી રહ્યો હતો તે દરમિયાન બસે અટફેટે લેતાં તેનું મોત થયું હતુ. બનાવના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં હતા.