Student Of JNU March Towards Assembly, Rise Slogan Of 'Freedom'
  • Home
  • Featured
  • ના માન્યા JNUનાં વિદ્યાર્થીઓ, રસ્તાઓ પર કર્યો ટ્રાફિક જામ – લગાવ્યા ‘આઝાદી’નાં નારાઓ

ના માન્યા JNUનાં વિદ્યાર્થીઓ, રસ્તાઓ પર કર્યો ટ્રાફિક જામ – લગાવ્યા ‘આઝાદી’નાં નારાઓ

 | 5:24 pm IST

જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીની સંસદ માર્ચનાં કારણે રાજધાની દિલ્લીમાં ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ અને પોલીસની રસ્તાઓ પર મોટા પ્રમાણમાં સંખ્યા હોવાના કારણે આવન-જાવન પ્રભાવિત છે. આ દરમિયાન તંત્રએ સાવધાની વર્તતા લોક કલ્યાણ માર્ગ બંધ કરી દીધો છે. આ જ રોડ પર પ્રધાનમંત્રી આવાસ આવેલો છે. જેએનયૂમાં ફીસ વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની સંસદ માર્ચ તરફ કૂચને જોતા મેટ્રોની યલો લાઇનનાં ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રિય સચિવાલય સ્ટેશનોને પોલીસે સાવધાની રાખતા બંધ કરાવી દીધા છે.

જેએનયૂ સ્ટૂડેન્ટ સફદરગંજ મકબરાની બહાર ભેગા થયા

જો કે કેન્દ્રિય સચિવાલય પર ફક્ત ઇન્ટરચેંજ કરવામાં આવી શકે છે. સ્ટેશનની અંદર-બહાર જવા-આવવા પર રોક લગાવી દેવામાં આવી છે. પટેલ ચોક અને ઉદ્યોગ ભવ મેટ્રો સ્ટેશન પર મેટ્રો રોકાઈ પણ નથી રહી. આ ઉપરાંત દક્ષિણી દિલ્લીમાં અરવિંદો માર્ગ અને રિંગ રોડ પર પણ ટ્રાફિક જામ છે. એમ્સ અને સફદરગંજ હૉસ્પિટલની ચારેય તરફ ટ્રાફિક જામ છે. જેએનયૂ સ્ટૂડેન્ટ સફદરગંજ મકબરાની બહાર ભેગા થઈ ગયા છે.

‘આઝાદી’વાળા નારાઓ પણ લગાવવામાં આવ્યા

આના કારણે અરવિંદો માર્ગ પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. સફદરગંજ રોડ, તુગલક રોડ, કલ્યાણ માર્ગ પણ બંધ કરી દેવામાં આવી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા સ્ટુડન્ટ્સને છોડાવવા માટે તુગલક રોડ થાણાનાં નજીક વિદ્યાર્થીઓ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ‘આઝાદી’વાળા નારાઓ પણ લગાવવામાં આવી રહ્યા છે. પોલીસે સફદરગંજ મકબરા પાસે વિદ્યાર્થીઓને રોક્યા તો ત્યાંજ તેઓ ધરણા પર બેસી ગયા છે અને નારેબાજી કરી રહ્યા છે. જો કે અત્યારે હંગામો થંભવાનાં અણસાર નથી.

જેએનયૂની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી

ઉલ્લેખનીય છે કે આજે વિદ્યાર્થીઓ સંસદ સુધી રેલી નીકાળી રહ્યા છે. વિદ્યાર્થીઓને સંસદ સુધી પહોંચતા અટકાવવા માટે પોલીસ ફોર્સ તૈનાત છે. સંસદ અને જેએનયૂની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર જેએનયૂ વિવાદને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એક કમિટી બનાવી છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન