NIFTY 10,234.45 +3.60  |  SENSEX 32,609.16 +-24.48  |  USD 65.0200 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • Pics : બેનમૂન સ્થાપત્યોની સાક્ષીમાં મોઢેરા સૂર્યમંદિરમાં ‘યોગ’નો માણો અદભૂત નજારો 

Pics : બેનમૂન સ્થાપત્યોની સાક્ષીમાં મોઢેરા સૂર્યમંદિરમાં ‘યોગ’નો માણો અદભૂત નજારો 

 | 8:58 am IST

ર૧,જૂનના રોજ મહેસાણા જિલ્લાના ૧,ર૯૦ સ્થળો પર સાગમટે યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશના સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગદિનની ઉજવણી માટે મંગળવારે રિહર્સલ કરાયુ ત્યારે આ કાર્યક્રમમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાનાં છાત્રો મળી કુલ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયાં હતાં. અહીં વિશ્વનાં બેનમૂન સ્થાપત્યોની સાક્ષીમાં સૂર્યનમસ્કાર સહિત યોગાભ્યાસનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

વિસનગર શહેરની એમ.એન.કોલેજના ગ્રાઉન્ડમાં બુધવારે થનાર યોગદિવસની ઉજવણીમાં એક સાથે ૧પ૧ પરિવારની ત્રણ-ત્રણ પેઢી એક સાથે યોગ કરતી જોવા મળશે. આ ૧પ૧ પરિવારના દાદા,પિતા,પૌત્ર,પૌત્રી એક સાથે યોગાભ્યાસ કરી યોગ દિવસની યાદગાર બનાવી દેશે. વિસનગરના પ્રમુખ ગૃપના સૌજન્યથી યોગક્રિયામાં ત્રણ-ત્રણ પેઢીઓને જોડવામાં આવશે.

મહેસાણા જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ ઉપરાંત યોગ દિનની મુખ્ય ઉજવણી શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ,ઓએનજીસી ગ્રાઉન્ડ,દેદિયાસણ જીઆઈડીસી,નાલંદા હાઈસ્કૂલ ખાતે થનાર છે. ભારતીય ઋષિ મનિઓએ યોગ દ્વારા અનેક સિધ્ધિઓ હાંસલ કરેલી છે. ભાગદોડ ભર્યા વર્તમાન જીવનમાં શાંતિ પ્રાપ્તિ યોગથી જ થઈ શકે તેમ છે.

બુધવારે મોઢેરા સ્થિત સૂર્યમંદિરમાં યોગ દિવસની ઉજવણી દરમ્યાન નવો જ નજારો જોવા મળશે. જ્યારે વિસનગરમાં એમ.એન.સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ૧પ૧ કુંટુંબની ત્રણ-ત્રણ પેઢીઓને એક સાથે યોગ કરવાની ઘટના ગાદગાર બની જશે.