Students commit suicide at surat in gujarat
  • Home
  • Gujarat
  • શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચેનો પ્રેમ એ હદે પાર થયો કે વિદ્યાર્થીનીએ ભર્યું આઘાતજનક પગલું

શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચેનો પ્રેમ એ હદે પાર થયો કે વિદ્યાર્થીનીએ ભર્યું આઘાતજનક પગલું

 | 6:40 pm IST

એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પ્રેમ એ હદે પાર થયો કે એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. જેનું કારણ છે કે ટ્યૂશન કરાવતા શિક્ષકને નવેમ્બર મહિનામાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું.

સુરતના ભટાર વિસ્તારની એક સ્કૂલની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી વરીન્ડાએ કેન્સર પીડિત ટ્યુશન શિક્ષકની બીમારીના માનસિક તણાવમાં આવું પગલું ભર્યું છે.

છેલ્લા એક મહિનાથી વરીન્ડા શિક્ષકને લઈ ખૂબ જ ચિંતિત હોવાનું અને તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પરિવારે જણાવ્યું છે.

વરીન્ડાને છેલ્લા કેટલાક સમયથી એક શિક્ષક ઘરે અભ્યાસ કરાવવા આવતા હતા. જોકે આ શિક્ષકને કેન્સર હોવાનું બહાર આવતા વરીન્ડા માનસિક તણાવમાં આવી ગઈ હતી.

એક મહિનાથી વરીન્ડા બસ એક જ વાત કરતી કે મારા ટીચરને કઈ થઈ જાય એ પહેલાં મને કંઈ થઈ જવું જોઈએ. આવી અનેક ભાવનાઓ વરીન્ડામાં ઘર કરી ગઈ હતી.

આવા સજોગોમાં વરીન્ડાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો લગાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.