Students Forced to go Through the Cold Water of the Ashwin River in gujarat
  • Home
  • Baroda
  • વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા રોજ નદી પસાર કરવી પડે, શું આવી રીતે ભણશે ગુજરાત!

વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા રોજ નદી પસાર કરવી પડે, શું આવી રીતે ભણશે ગુજરાત!

 | 10:08 pm IST

ગતિશિલ ગુજરાતમાં આજે પણ એવા કેટલાક ગામડાઓ છે, જ્યાં હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી. વિકાસની રાહ જોઇ રહેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના પોથલીપુરા ગામના વિદ્યાર્થીઓ ભર શિયાળે અશ્વિન નદીના ઠંડા પાણીમાંથી પસાર થઇ રહ્યા છે.

વર્ષોથી હાલાકીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહીત ગ્રામજનોને કોઇ જ પ્રકારની સુવિધા મળી નથી. અડધું ગામ નદીના સામા કિનારે આવેલું છે.

જ્યારે અડધું ગામ બીજા કીનારે આવેલું છે. રાજકીય નેતાઓ મત માગવા માટે આવે ત્યારે પુલ બનાવવાનું દિવાસ્વપ્ન બતાવે છે.

પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ વિકાસની વાતો કરતા નેતાઓ અહી ફરકતા જ નથી. પોથલીપુરા, ધામસીયા અને ધોડી સહીત ત્રણ ગામના ખેડૂતો નદી પાર કરી હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતા તંત્રનુ પેટનું પાણી હલતું નથી.