Students from tribal areas are deprived of this facility by the government
  • Home
  • Gram Panchayat Election 2021
  • આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સરકારની આ સુવિધાથી વંચિત

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સરકારની આ સુવિધાથી વંચિત

 | 2:27 pm IST
  • Share

  • શિક્ષકો બાળકોને બિસ્કિટ ચવાણું આપી મનાવે છે

  • બાળકોને બપોરનું જમવાનું ન મળતા રડી પડે

  • રાજ્ય સરકારને પત્ર લખી માગ પણ કરી 

રાજ્ય સરકારે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળાતો શરૂ કરી દિધી છે. પરંતુ આદિવાસી એવા નર્મદા જિલ્લામાં મધ્યાહન ભોજન શરૂ ન થતા શિક્ષકો બાળકોને બિસ્કિટ ચવાણું આપી મનાવે છે.

અઢી વર્ષ બાદ 1 થી 6 શરૂ કરવામાં આવ્યું

રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક શાળા શરૂ કરવાના હુકમ તો આપી દીધા છે. પરંતુ જે વ્યવસ્થાઓ કરવાની હોય તે હજુ બાકી રાખતા શિક્ષકોની મુશ્કેલી વધી ગઈ છે. તાજેતરમાં અઢી વર્ષ બાદ 1 થી 6 શરૂ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં કેટલાય લોકો બેરોજગારો બની જતા પોતાના બાળકોને હવે સરકારી પ્રાથમિક શાળામાં મૂકી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં ગામડાઓના વિધાર્થીઓ પણ હવે હોંશેહોંશે પ્રાથમિક શાળામાં ભણવા આવી રહ્યાં છે.

બાળકો બપોરનું જમવાનું ન મળતા રડી પડે

જોકે આ અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકો ઘરેથી ભૂખે આવતા હોય છે. કારણ કે જે આદિવાસી વિસ્તારમાં મોટાભાગે જે માતા પિતા સવારથી જ રોજગારી મેળવવા માટે મજૂરીએ જતા રહેતા હોય છે. અને બાળકો શાળાએ આવે તો બપોરનું જમવાનું ન મળતા રડી પડે છે. અને જેને શાંત કરવા શિક્ષકો સ્વ ખર્ચે બિસ્કિટ ખવડાવે છે.

ઘરેથી નાસ્તો પણ લઈ આવી બપોરનો નાસ્તો કરે છે

હાલ તો ગામડાઓમાંથી એક પ્રાથમિક શાળામાં 3 થી 4 કિલોમીટર ઉગાળા પગે ચાલી આવી વિધાર્થીઓ ભણવા આવે છે. અને નજીકના ગામોમાંથી પોતાના બાળકોને ભણવા માટે શાળાએ મૂકી જાય છે. ત્યારે આ બાળકો ભૂખ લાગતા અનેક બાળકો રડવા માંડે છે. સરકારની મધ્યાહન ભોજન યોજના હોય જેના ભોજન આશાએ બાળકો સ્કૂલે આવે છે. અને સમય થતા ભોજન મળતું નથી. એટલે બાળકો ભૂખ્યા પેટે રાડારોડ કરે છે. એટલે સ્કૂલના શિક્ષકો સમજી જાય છે. શિક્ષકો બાળકીની ભૂખ જોઈ માનવતા દાખવી પોતાના ખર્ચે ગામમાંથી બિસ્કિટ ચવાણું લઈ ખવડાવે છે. ઘણા વિધાર્થીઓ તો પોતાના ઘરેથી નાસ્તો પણ લઈ આવી બપોરનો નાસ્તો કરે છે.

પહેલા મધ્યનભોજન ચાલતું હતું જેને ફરી ચાલુ કરવામાં આવે

મોટાભાગના જિલ્લાઓમાંથી આવી ફરિયાદો આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે. અને આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામોની પરિસ્થિતિ સમજાવી કે આ વિસ્તારને કેટલી જરૂર છે. મધ્યાહન ભોજન શરૂ કરવા રાજ્ય સરકારને પત્ર લખી માગ પણ કરી છે. ત્યાર સરકારે વહેલી તકે આ યોજના ચાલુ કરી દેવી જોઈએ. આ બાબતે જિલ્લાના પુરવઠા આધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી જેતે ગાઇડલાઇન મુજબ આ મધ્યનભોજન યોજના છે જે શરૂ કરવામાં આવશે. ત્યારે હાલ શિક્ષકો અને વાલીઓ પણ રાજ્ય સરકાર પાસે માગ કરી રહ્યાં છે કે જે પહેલા મધ્યનભોજન ચાલતું હતું જેને ફરી ચાલુ કરવામાં આવે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો