Students get Emotional on Teacher Transfer Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • શિક્ષકની બદલી થતા આખી શાળા હિબકે ચડી, સર્જાયા ભાવુક દ્રશ્યો

શિક્ષકની બદલી થતા આખી શાળા હિબકે ચડી, સર્જાયા ભાવુક દ્રશ્યો

 | 7:43 pm IST

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં તેમને શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીઓનો અદભુત પ્રેમ દેખાશે. આ સાથે વીડિયો જોતા તમે ભાવુક પણ થઈ જશો. આ વીડિયો ઇટવા મંદિર ફળીયા જિલ્લા દાહોદની શાળાનો છે. જ્યાં શિક્ષક શ્રી પરમાર શૈલેષભાઈની જિલ્લાફેર બદલી થતા શાળાના વિદાય સમારંભની એક ઝલક કેદ થઈ છે. આ કર્મનિષ્ઠ શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા આ વીડિયોમાં તમે જોઈ શકો છો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શિક્ષકનું ટ્રાન્સફર થતા આખી શાળાના બાળકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ તેમના પ્રિય શિક્ષકની બદલી થતા તેમને વિદાય આપતા રડી રહ્યાં છે અને એક-એક કરી પગે લાગી આશીર્વાદ લઈ રહ્યાં છે. આ ક્ષણ ખુબજ ભાવુક છે. જ્યાં બાળકો અને શિક્ષક સહિત ત્યાં ઉપસ્થિત બધા લોકોની આંખોમાં આસું છે. તમને બતાવી દઈએ કે આ પહેલા પણ તમિલનાડુંના તિરૂવલ્લૂરની એક સરકારી સ્કૂલની એવી જ ઘટના સામે આવી હતી જ્યાં ટીચરનું ટ્રાન્સફર થતા વિદ્યાર્થીઓ ખૂબ ભાવુક થયા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન