વડોદરા: વિદ્યાર્થીની ગ્રેજ્યુએટના નકલી રિઝલ્ટ સાથે અસલી ડીગ્રી લેવા પહોંચી અને.... - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: વિદ્યાર્થીની ગ્રેજ્યુએટના નકલી રિઝલ્ટ સાથે અસલી ડીગ્રી લેવા પહોંચી અને….

વડોદરા: વિદ્યાર્થીની ગ્રેજ્યુએટના નકલી રિઝલ્ટ સાથે અસલી ડીગ્રી લેવા પહોંચી અને….

 | 6:25 pm IST

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બી.કોમની વિદ્યાર્થીની ગ્રેજ્યુએટના નકલી રિઝલ્ટ સાથે અસલી ડીગ્રી લેવા આવતા જ ઝડપાઇ ગઇ હતી, છેલ્લા 3 વર્ષમાં આવી 53 બોગસ ડિગ્રીઓ એમ.એસ.યુનિવર્સિટીએ ઝડપી પાડી છે. આ મામલે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારીઓ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એફ.વાય બીકોમમાં 2009મા નાપાસ થયેલી વિદ્યાર્થીનીએ એફ.વાય, એસ.વાય અને ટી.વાયની બોગસ માર્કશીટ રજૂ કરી ડીગ્રી માંગતા ભાંડો ફૂટ્યો હતો, બોગસ માર્કશીટ રજૂ કરનાર વિદ્યાર્થીની સામે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, છેલ્લા 3 વર્ષમાં એમ.એસ.યુનિવર્સિટીમાં 53 બોગસ ડીગ્રી ઝડપાઇ છે. વર્ષ 2011 માં 150 બોગસ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા, નોકરી આપતી એજન્સીઓ, વિદેશી એમ્બેસી તેમજ ભારતીય અને વિદેશી કંપનીઓ ડીગ્રી અને માર્કશીટ વેરિફિકેશન કરવા ડિગ્રીઓ એમ.એસ.યુનિવર્સિટીને મોકલતી હોય છે જેમાં છેલ્લા 3 વર્ષમાં 53 ડીગ્રી બોગસ હોવાનું સામે આવ્યું હતું, એમ.એસ.યુનિવર્સિટી આ મામલે પોલીસ ફરિયાદ કરી બોગસ રિઝલ્ટ અને ડીગ્રી ની ધંધો કરતી ટોળકીનો પરદાફાસ કરવા કટિબદ્ધ થયું છે અને નાણાં લઇ વિદ્યાર્થીઓને ફસાવી બોગસ ડિગ્રીઓ આપે છે તેવા તત્વોને ખુલ્લા પાડવા પોલીસ ફરિયાદ કરશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સત્યન કુલબકરે કહ્યું હતું કે બોગસ ડિગ્રી બનાવનાર સામે અને જે વિદ્યાર્થી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.