Students Of Jadavpur University Attacked On Babul Supriyo
  • Home
  • Featured
  • કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો પર વિદ્યાર્થીઓનો હુમલો, જાધવપુર યૂનિવર્સિટીમાં તંગદિલી

કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો પર વિદ્યાર્થીઓનો હુમલો, જાધવપુર યૂનિવર્સિટીમાં તંગદિલી

 | 10:53 pm IST

કેન્દ્રિય પર્યાવરણ અને વન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોને ગુરૂવારનાં જાદવપુર યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે યૂનિવર્સિટી પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ તેમનો ઘેરો કરીને ‘પરત જાઓ’નાં નારા લગાવ્યા હતા. જેવા જ બાબુલ યૂનિવર્સિટીનાં પરિસરમાં પહોંચ્યા વિદ્યાર્થીઓનાં એક જૂથે તેમના પર હુમલો કર્યો હતો. તો રાજ્યપાલનો પણ રસ્તો રોક્યો હતો. આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડેએ આ સંબંધમાં પશ્ચિમ બંગાળનાં સચિવ સાથે વાત કરી.

આરોપ છે કે હુમલાખોર વિદ્યાર્થીઓએ બાબુલ સુપ્રિયોનો કૉલર પકડીને તેમને બહાર ખેંચી રહ્યા હતા. બૉડીગાર્ડ્સે જ્યારે આનો વિરોધ કર્યો તો વિદ્યાર્થીઓ તેમના પર તૂટી પડ્યા હતા. અહીં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યૂનિવર્સિટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જણાવવામાં આવ્યું કે નક્સલીપંથી વિદ્યાર્થીઓએ આ પ્રકારની હરકત કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રિય મંત્રી સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી અને ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવો આરોપ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ધક્કા-મુક્કીમાં કેન્દ્રિય મંત્રી પડી ગયા હતા. તેમનો કુર્તો પણ ફાડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને વિશ્વવિદ્યાલયમાં ઘણો જ તણાવ છે. કેન્દ્રિય મંત્રીની સાથે થયેલી આ ઘટના માટે કુલપતિએ ચિંતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનઘડે કહ્યું કે બાબુલ સુપ્રિયોનો ઘેરાવ કરવામાં આવવો એક ગંભીર ઘટના છે. ઘટનાનાં સંબંધમાં રાજ્યનાં મુખ્ય સચિવને તાત્કાલિક પગલા ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

બાબુલ સુપ્રિઓ પશ્ચિમ બંગાળનાં આસનસોલનાં સાંસદ છે. તેમણે લોકસભા ચૂંટણી 2019માં આસનસોલ સંસદીય સીટથી જીત મેળવી હતી. તેમણે તૃણમૂલ કૉંગ્રેસની ઉમેદવાર મુનમુન સેનને હાર આપી હતી. સુપ્રિયો 2014માં પણ આસનસોલથી જીત્યા હતા. ત્યારે ભાજપને બંગાળમાં 2 જ સીટો મળી હતી.

આ વિડીયો પણ જુઓ: જામનગરમાં મધ્યાહન ભોજનમાંથી ઈયળો નીકળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન