અમદાવાદ : વિશ્વકર્મા એન્જિ. કોલેજના વિદ્યાર્થીઓ 3 મહિનાથી પાણી વગર તરસ્યાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ : વિશ્વકર્મા એન્જિ. કોલેજના વિદ્યાર્થીઓ 3 મહિનાથી પાણી વગર તરસ્યાં

અમદાવાદ : વિશ્વકર્મા એન્જિ. કોલેજના વિદ્યાર્થીઓ 3 મહિનાથી પાણી વગર તરસ્યાં

 | 5:49 pm IST

રાજ્યની પ્રતિષ્ઠીત વિશ્વકર્મા એન્જીનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ પાણીનાં પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. કોલેજ ઉપરાંત હોસ્ટેલમાં છેલ્લા ત્રણ માસથી પીવાનું પાણી ન આવતું હોવાનાં પ્રશ્ને વિદ્યાર્થીઓએ કોલેજનો ગેટ બંધ કરીને 3 કલાક સુધી પ્રશાસનને બાનમાં લીધુ હતું.

ચાંદખેડા વિસ્તારમાં આવેલી રાજ્યની જાણીતી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા 3 માસથી પીવાનાં પાણીની સમસ્યા તેમજ હોસ્ટેલમાં સફાઇ થતી ન હોવાને લઇને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કોલેજનાં ગેટને બંધ કરીને કોલેજ પ્રવેશ બંધી કરી હતી. પીવાના પાણીની સમસ્યા, ગંદકીથી ત્રાહીમામ પોકારી ગયેલા વિદ્યાર્થીઓએ કોલેજને ત્રણ કલાક સુધી બાનમાં લીધી હતી.

વિદ્યાર્થીઓના આક્રોશને જોઇને કોલેજ પ્રશાસને તુંરત મિટીંગ બોલાવવાની ફરજ પડી હતી. કોલેજના પ્રિન્સીપાલ રાજુલ ગજ્જર હાલ વિદેશ પ્રવાસે હોઇ કાર્યકારી પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સાથે મિટીંગ યોજીને તેમનાં પ્રશ્નોનુ નિરાકરણ લાવવા લેખિતમાં બાંહેધરી આપી હતી.

હાલ તો સરકારી વાયદા મુજબ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની સમસ્યાને હલ કરવાની માંગણીઓને સ્વીકારી લેવાઇ છે, પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો હલ ક્યારે આવે છે તે જોવુ રહ્યું.

13898240_1253127401373624_1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન