સાંબરકાઠાનાં પ્રવેશોત્સવમાં એવું કરાયું, જે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંક ન થયું - Sandesh
  • Home
  • Videos
  • સાંબરકાઠાનાં પ્રવેશોત્સવમાં એવું કરાયું, જે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંક ન થયું

સાંબરકાઠાનાં પ્રવેશોત્સવમાં એવું કરાયું, જે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંક ન થયું

 | 11:03 am IST

હાલ સમગ્ર ગુજરાતમાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. પરંતુ સાંબરકાંઠા જિલ્લામાં આ પ્રવેશોત્સવ યાદગાર બની રહે તેવું કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં કંઇક અલગ જ રીતે પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો છે, જેમાં પ્રકૃતિની જાળવણીનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો છે. આવી પહેલ અત્યાર સુધી ગુજરાતના કોઈ જિલ્લામાં કરાઈ નથી. અહીં પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્લાન્ટસની રોપણી કરવામાં આવી છે, જેથી બાળક માટે પણ આ પ્રવેશોત્સવ યાદગાર બની રહે, તેમજ પર્યાવરણનો સંકલ્પ પણ જળવાઈ રહે. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેની લાગણી જળવાઈ રહે તેવો પ્રયાસ આ પ્રવેશોત્સવમાં કરાયો છે. આમ, હજ્જારો બાળકોએ એકસાથે વૃક્ષારોપણ કરતા સાંબરકાંઠો જિલ્લો ટૂંક સમયમાં જ લીલોતરીવાળો થઈ જાય તેની નવાઈ નહિ.