Student's Rickshaw Overturned and Killed One at Mahisagar in Gujarat
  • Home
  • Baroda
  • માસુમો સાથે મોતનું ફરી એક વખત તાંડવ સર્જાયું, એક વિદ્યાર્થીનું મોત

માસુમો સાથે મોતનું ફરી એક વખત તાંડવ સર્જાયું, એક વિદ્યાર્થીનું મોત

 | 5:53 pm IST

માસુમો સાથે મોતનું ફરી એક વખત તાંડવ સર્જાયું છે. બેફામ સ્કૂલ રિક્ષા ચાલકના વાંકે ફરી એક માસુમનો ભોગ લેવાયો છે. મહિસાગરમાં વિદ્યાર્થી ભરેલી સ્કૂલ રીક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીનું મોત થયું છે. લુણાવાડાના હોસેલિયા ચોકડી પાસે વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. વરધરીની સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષિકા સવાર હતા.

આ ઘટનામાં ધોરણ 2માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓનું મોત થયું છે. જ્યારે ચાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ રીક્ષામાં 12 વિદ્યાર્થીઓ સવાર હતા.

સ્કૂલ રિક્ષાચાલકો કાયદો અને નિયમોને નેવે મૂકીને પૈસા કમાવવાની લાલચમાં માસુમોને રિક્ષામાં ઘેટાબકરાની જેમ ભરે છે. અને ઓવર સ્પિડ રીક્ષા ચલાવે છે. જેના કારણે આવી દુર્ઘટના સર્જાય છે.

ટ્રાફિક વિભાગની રહેમ નજર હેઠળ આવા રિક્ષાચાલકો અને સ્કૂલ વાનચાલકો બેફામ બન્યા છે. ત્યારે આવા બેફામ ચાલકો સામે તંત્ર ક્યારે કડક બનશે. આખરે ક્યાં સુધી માસુમો આ રીતે હોમાતા રહેશે. તંત્ર ક્યારે જાગશે. આવી જોખમી સ્કૂલ રીક્ષાની સવારી પર તંત્ર ક્યારે લગામ લાદશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન